ગુરૂ પૂર્ણિમાએ સાંપડ મહાકાલી મંદિર ખાતે ભક્તોનો માનવ મહેરામણ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સાંપડ ગામ ખાતે આવેલું શ્રી મહાકાલી માતાનું મંદિર ગુરૂ પૂર્ણિમાના પવિત્ર પર્વ નિમિત્તે ભક્તિમય વાતાવરણમાં ગરકાવ થયું હતું. આજે અષાઢ સુદ પૂર્ણિમાના અવસરે હજારોની સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા





વહેલી સવારથી જ મંદિર ખાતે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓએ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક મહાકાલી માતાના દર્શન કરી સુખડીનો પ્રસાદ અર્પણ કર્યો હતો અને માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતીદર પૂર્ણિમાના દિવસે સાંપડ મહાકાલી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. ભક્તો દ્વારા શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવે છે અને માતાજી પ્રત્યેની અતૂટ આસ્થા જોવા મળે છે. સ્થાનિકોમાં માતાજીના આશીર્વાદથી અનેક ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થતી હોવાની માન્યતા પણ પ્રચલિત છે મંદિર ખાતે દાતાઓના સહયોગથી દર પૂર્ણિમાએ ભક્તો માટે પ્રસાદરૂપે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે. આજે પણ મોટી સંખ્યામાં આવેલા માઈ ભક્તોએ પ્રસાદ સ્વરૂપે ભોજન ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી