fbpx

સુરત પોલીસ કીર્તિ પટેલને સુરેન્દ્રનગરથી ઉપાડી ગઈ, આ વખતે આરોપ ગંભીર છે, જોઈએ કેટલા દિવસ જેલમાં રહે છે

Spread the love

સુરત પોલીસ કીર્તિ પટેલને સુરેન્દ્રનગરથી ઉપાડી ગઈ, આ વખતે આરોપ ગંભીર છે, જોઈએ કેટલા દિવસ જેલમાં રહે છે

પોતાના વિવાદિત નિવેદનો અને સોશિયલ મીડિયા પોસ્ટને કારણે હંમેશા ચર્ચામાં રહેતી સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ ફરી એકવાર કાયદાના સકંજામાં આવી છે. સુરતની પુણા પોલીસે સોશિયલ મીડિયા પર પરિવારની ભયંકર બદનક્ષી કરવા અને ધમકી આપવાના ગુનામાં કીર્તિ પટેલની સુરેન્દ્રનગરથી ધરપકડ કરી છે. ભાવનગરના વેપારી અને મહિલા સરપંચના પતિ રાજુ ભમ્મરે કીર્તિ પટેલ તથા ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, 12 જુલાઈના રોજ નોંધાયેલી ફરિયાદ પ્રમાણે ફરિયાદી રાજુભાઈ ભમ્મરે જણાવ્યું હતું કે, તેઓ અગાઉ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતી નયના બારૈયા સાથે આશરે 21 મહિના સુધી લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા હતા. આ સંબંધ પૂરો થયા બાદ, નયના બારૈયાની ઉશ્કેરણી અને કહેવાથી જ કીર્તિ પટેલે રાજુભાઈ અને તેમના પરિવાર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ઝેર ઓકવાનું અને બદનામ કરવાનું પૂર્વયોજિત ષડયંત્ર રચ્યું હતું.

ગત 5 જૂન, 2026ના રોજ કીર્તિ પટેલે રાજુભાઈના મોબાઈલ પર વ્હોટ્સએપ કોલ કરીને તેમની પત્ની (જેઓ ગામના સરપંચ છે) ને તેમના જ સગા ભાઈ સાથે અનૈતિક સંબંધ હોવાના ગંભીર અને ખોટા આક્ષેપો કર્યા હતા. આ સાથે જ કીર્તિ પટેલે ફોન પર એવી ધમકી આપી કે હું તને જોઈ લઈશ. તેમજ અત્યંત અભદ્ર અને ન બોલવાના અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો.

kirti patel

ફોન પર ધમકી આપ્યા બાદ કીર્તિ પટેલે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ ID ‘KIRTI NI MOJ5143’ પરથી અવારનવાર વીડિયો અને રીલ્સ અપલોડ કર્યા હતા. જેમાં રાજુભાઈના ઘર અને પરિવાર વિશે અભદ્ર વાતો ફેલાવી પત્ની અને ભાઈના ચરિત્ર પર જાહેરમાં કાદવ ઉછાળ્યો હતો. આ જાહેર પ્લેટફોર્મ પર વીડિયો મૂકીને સમગ્ર પરિવારની સામાજિક પ્રતિષ્ઠાને ધૂળધાણી કરવાનો પ્રયાસ કરાયો હતો.

વાયરલ વીડિયોમાં કીર્તિ પટેલે એવા પણ ગંભીર આક્ષેપો કર્યા હતા કે, રાજુએ 250 છોકરીઓની જિંદગી બગાડી છે અને તેનું સમર્થન કરનારા લોકોની મા-બહેનો વિશે પણ આપત્તિજનક ટિપ્પણીઓ કરી હતી. આ ઉપરાંત, જ્યાં તું સામે મળીશ ત્યાં નયના તારા કપડાંનું બિલ આપશે અને તારે એમજ ઘરે જવું પડશે જેવી ધમકીઓ આપીને આર્થિક બાબતો તેમજ ખંડણી અંગે પણ ખોટા કથનો કર્યા હતા.

સૌથી ચોંકાવનારી વાત એ છે કે, કીર્તિ પટેલે અપલોડ કરેલા આ બદનક્ષીકારક અને અપમાનજનક વીડિયોને કાયદાની રક્ષક ગણાતી મહિલા પોલીસ કર્મચારી નયના બારૈયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી ‘naina paliwal 0005’ પર સ્ટોરી અને સ્ટેટસમાં શેર કરીને આ ગુનાહિત કૃત્યમાં પૂરેપૂરો સાથ આપ્યો હતો. આ મામલે પુણા પોલીસ દ્વારા કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે જ્યારે આરોપી નયનાની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

21

આ મામલે DCP આલોક કુમારે જણાવ્યું કે,  સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં BNSની ધારા 296(b) (અશ્લીલ શબ્દોનો ઉપયોગ), એક્સ્ટોર્શન, માનહાનિ, ગુનાહિત ધમકી અને ગુનાહિત ષડયંત્ર સહિત IT એક્ટની કલમ 67 હેઠળ એક ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં કીર્તિ પટેલ અને નયના બારૈયા સામેલ છે. આરોપી કીર્તિ પટેલે નયના બારૈયા સાથે મળીને ₹12 લાખ લઈને રેપની ફરિયાદમાં સેટલમેન્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત, ફરિયાદી રાજુ ભુવા ભમ્મર પાસેથી અલગ-અલગ સમયે દોઢ વર્ષના ગાળામાં કુલ ₹3 કરોડ 12 લાખ પડાવી લેવામાં આવ્યા છે. તપાસ બાદ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરીને કેસમાં રંગદારીની કલમ ઉમેરવામાં આવી હતી અને બંને આરોપીઓને નોટિસ પાઠવાઈ હતી. ત્યારબાદ જૂનાગઢ તરફથી કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે, જેને કોર્ટ સમક્ષ રજૂ કરીને રિમાન્ડ મેળવવાની કામગીરી કરાશે.

આરોપીના ગુનાહિત ઇતિહાસ અંગે વાત કરતા DCPએ જણાવ્યું કે, કીર્તિ પટેલ સામે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પણ અગાઉ તોડ-એક્સટોર્શનનો ગુનો નોંધાયેલો છે. તે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર તરીકે ખોટા મેસેજ અને વીડિયો વાયરલ કરતી હોવાથી, કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત ઇન્સ્ટાગ્રામ દ્વારા તેનું એકાઉન્ટ ડીએક્ટિવેટ કરવામાં આવ્યું છે.

નવા એકાઉન્ટ અને ધમકીના પ્રશ્ન અંગે તેમણે સ્પષ્ટ કર્યું કે, મહિલા PSI દ્વારા આ અંગે તપાસ ચાલી રહી છે. સામાન્ય રીતે વીડિયો બનાવવો એ ગુનો નથી, પરંતુ કયા હેતુથી વીડિયો બનાવીને કોને ટાર્ગેટ કરાય છે અને પૈસા પડાવવાનો પ્રયાસ થાય છે કે કેમ? તે બાબતો ધ્યાને રાખીને જ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. અગાઉના ગુનાઓમાં આરોપી જામીનની શરતોનું ઉલ્લંઘન કરતી હોવાથી જામીન રદ કરવા માટે પણ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરી દેવાયો છે અને બીજી આરોપીને ઝડપી પાડવા પ્રયાસો ચાલુ છે.

Leave a Reply

error: Content is protected !!