fbpx

દિલ્હી યુનિવર્સિટીની કોલેજમાં વિદ્યાર્થીઓને આદેશ, ટુંકા કપડા પહેરીને ન આવવું

Spread the love

દિલ્હી યુનિવર્સિટીની કોલેજમાં વિદ્યાર્થીઓને આદેશ, ટુંકા કપડા પહેરીને ન આવવું

દિલ્હી યુનિવર્સિટી સંલગ્ન સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં નવા ડ્રેસ કોડને લઈને વિવાદ ફાટી નીકળ્યો છે. કોલેજ પ્રશાસને કેમ્પસના ઘણા મુખ્ય વિસ્તારોમાં વિદ્યાર્થીઓને શોર્ટ્સ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણયનો વિરોધ કરતા ઘણા વિદ્યાર્થીઓ મંગળવારે નવા સત્રના પહેલા દિવસે શોર્ટ્સ પહેરીને કોલેજ પહોંચ્યા હતા અને પોતાનો નારાજગી વ્યક્ત કરી હતી.

કોલેજ પ્રશાસને જાહેર કરેલી નોટિસ અનુસાર, શોર્ટ્સ પહેરીને વર્ગખંડો, એસેમ્બલી હૉલ, લાઇબ્રેરી, ડાઇનિંગ હૉલ અને ચેપલ જેવા વિસ્તારોમાં પ્રવેશ પર પ્રતિબંધ છે. નોટિસમાં તમામ જૂનિયર સભ્યોને સંસ્થાના ડ્રેસ કોડનું કડક પાલન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તેમાં કૉલેજના નવા પ્રિન્સિપાલ સુસાન એલિયાસની સહી છે. કૉલેજનું કહેવું છે કે કેમ્પસમાં શિસ્ત, ગરિમા અને ઔપચારિક શૈક્ષણિક વાતાવરણ જાળવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

St-Stephen’s-collage5

નવા નિયમનો વિરોધ કરતા ઘણા વિદ્યાર્થીઓ નવા સત્રના પહેલા જ દિવસે શોર્ટ્સ પહેરીને કોલેજ પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓનું કહેવું છે કે કપડાં એ વ્યક્તિગત સ્વતંત્રતાનો વિષય છે અને આવા પ્રતિબંધો વિદ્યાર્થીઓના અધિકારોને મર્યાદિત કરે છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ પ્રશ્ન કર્યો હતો કે કોલેજ શિક્ષણ અને શૈક્ષણિક વાતાવરણને બદલે વિદ્યાર્થીઓના પોશાક પર કેમ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કેટલાક વિદ્યાર્થીઓએ એવો પણ દાવો કર્યો હતો કે તેમને અગાઉથી નિર્ણય વિશે પૂરતી માહિતી આપવામાં આવી નહોતી, જેના કારણે સત્રના પહેલા દિવસે મૂંઝવણ ઊભી થઈ.

જોકે નોટિસમાં ખાસ કરીને જૂનિયર સભ્યોનો ઉલ્લેખ છે, પરંતુ વિદ્યાર્થીઓનો દાવો છે કે વહીવટીતંત્ર આ નિયમ સીનિયર વિદ્યાર્થીઓ પર પણ લાગુ કરી રહ્યું છે. આનાથી વિદ્યાર્થી સંગઠનમાં મૂંઝવણ ઊભી થઈ છે. ઘણા વિદ્યાર્થીઓએ સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવાની માંગ કરી છે, જેથી તે સ્પષ્ટ થઇ જાય કે નિયમ કયા-કયા વિદ્યાર્થીઓ પર લાગૂ થશે.

St-Stephen’s-collage4

સેન્ટ સ્ટીફન કૉલેજનો આ નિર્ણય હવે સોશિયલ મીડિયા અને વિદ્યાર્થી સમુદાયમાં ચર્ચાનો વિષય બની ગયો છે. એક પક્ષનું માનવું છે કે શૈક્ષણિક સંસ્થાઓને શિસ્ત અને સંસ્થાકીય શિષ્ટાચાર જાળવવા માટે ડ્રેસ કોડ લાગૂ કરવાનો અધિકાર છે. તો, બીજો પક્ષ આને વિદ્યાર્થીઓની વ્યક્તિગત પસંદગીઓ અને અભિવ્યક્તિની સ્વતંત્રતામાં દખલગીરી માને છે.

Leave a Reply

error: Content is protected !!