
બોમ્બે હાઇકોર્ટે હિન્દી સિનેમાના દિવંગત સુપરસ્ટાર રાજેશ ખન્નાના બંગલા ‘આશીર્વાદ’ અંગે મોટો ચૂકાદો આપ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને મીડિયા હાઉસને બંગલાને શ્રાપિત, ભૂતિયા અથવા કમનસીબ તરીકે વર્ણવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ પ્રકારના દાવા કરવાથી મકાન માલિકના જીવનના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થાય છે.
રાજેશ ખન્નાના બંગલાના માલિક કોણ છે?
રાજેશ ખન્નાના બંગલાના માલિક ઉદ્યોગપતિ શશી શેટ્ટી છે. રાજેશ ખન્નાના અવસાન પછી, અક્ષય કુમારે બંગલો આશરે ₹90 કરોડમાં વેચી દીધો. તેમણે આ બંગલાને તોડીને નવું ઘર બનાવ્યું હતું પરંતુ બંગલોનું નામ બદલ્યું નહીં. આજે પણ બંગલાનું નામ ‘આશીર્વાદ’ છે. સોશિયલ મીડિયા પરના ઘણા લેખોમાં રાજેશ ખન્નાના બંગલાને ભારતનું ભૂતિયું ઘર, અશુભ મકાનની યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું. ઘર વિશે ફેલાતી અફવાઓથી પરેશાન થઈને માલિક શશી શેટ્ટીએ બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

હાઈકોર્ટે શશી શેટ્ટીના વાંધાને એકદમ યોગ્ય ગણાવ્યો હતો, અને કહ્યું કે ફક્ત સનસનાટીભર્યા ફેલાવવા માટે કોઈના ઘરને ભૂતિયું અથવા શ્રાપિત ગણાવવું ખોટું છે. કોર્ટમાં કોઈ આરોપી પક્ષ પોતાની દલીલો કે બચાવ રજૂ કરવા માટે હાજર નહોતો. આ કારણે કોર્ટે 21 ઓગસ્ટ 2026ના રોજ યોજાનારી સુનાવણી સુધી આવા અહેવાલોના પ્રકાશન પર પ્રતિબંધ મૂક્યો છે.

1950ના દાયકામાં અભિનેતા રાજેન્દ્ર કુમારે આ બંગલો આશરે ₹65,000માં ખરીદ્યો હતો. બંગલામાં રહેતા હતા ત્યારે તેમણે અસંખ્ય સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમને તે સમયે ‘જ્યુબિલી કુમાર’ ઉપનામ મળ્યું હતું. રાજેશ ખન્નાએ આ બંગલો ₹3.5 લાખમાં ખરીદી લીધો હતો. આ બંગલામાં રહેતા હતા, ત્યારે તેમણે પણ ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું; આ બંગલામાં રહેતા જ તેઓ તે હિન્દી સિનેમાના પ્રથમ સુપરસ્ટાર બન્યા. આ બંગલામાં રહેતા તેમણે હિન્દી સિનેમામાં ઉંચું સ્થાન હાંસલ કર્યું હતું. 2012માં રાજેશ ખન્નાના અવસાન પછી તેમના પરિવારે ‘આશીર્વાદ’ બંગલો શશી શેટ્ટીને વેચી દીધો. બંગલો વેચાયા પછી નવા માલિકે અહીં નવું ઘર બનાવ્યું. તેમણે બંગલોનું નામ બદલ્યું નહીં; આજે પણ બંગલો ‘આશીર્વાદ’ તરીકે ઓળખાય છે.