fbpx

OnePlusનો સૌથી સસ્તો સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, મળશે 7000mAhની બેટરી; જાણો કિંમત અને ફીચર્સ

Spread the love

OnePlusનો સૌથી સસ્તો સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, મળશે 7000mAhની બેટરી; જાણો કિંમત અને ફીચર્સ

OnePlusએ ભારતમાં તેનો નવો એન્ટ્રી-લેવલ સ્માર્ટફોન OnePlus N6x લોન્ચ કરી દીધો છે. આ ફોન 7000mAhની મોટી બેટરી, 120Hz ડિસ્પ્લે અને MediaTek Dimensity 6360 Apex ચિપસેટ સાથે આવ્યો છે. કંપનીએ તેને બે સ્ટોરેજ વેરિયન્ટ અને બે કલર વિકલ્પોમાં રજૂ કર્યો છે. આ સ્માર્ટફોન 4 ઓગસ્ટથી વેચાણ માટે ઉપલબ્ધ થશે અને બેંક ઑફર્સ સાથે ખરીદી શકાશે.

OnePlus-N6x4

OnePlus N6xની કિંમત અને ફીચર્સ

OnePlus N6xની શરૂઆતની કિંમત ₹18,999 છે, જેમાં 4GB RAM અને 64GB સ્ટોરેજવાળા વેરિયન્ટ મળે છે. તેનો 4GB RAM અને 128GB સ્ટોરેજવાળો વેરિયન્ટ ₹20,999માં ઉપલબ્ધ થશે. કંપની પસંદગીના બેંક કાર્ડ્સ પર ₹1,500નું ઇન્સટન્ટ ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. આ ઉપરાંત, ગ્રાહકોને 6 મહિના સુધી નો-કોસ્ટ EMI વિકલ્પ મળશે. આ સ્માર્ટફોન 4 ઓગસ્ટના રોજ બપોરે 12 વાગ્યાથી એમેઝોન અને વનપ્લસ ઓનલાઈન સ્ટોર પર ખરીદી માટે ઉપલબ્ધ થશે. તે બર્ગન્ડી રેડ અને આઈસ બ્લૂ કલર વિકલ્પોમાં ખરીદી શકાશે.

OnePlus-N6x

OnePlus N6x ડ્યુઅલ સિમ સાથે આવે છે અને તેમાં એન્ડ્રોઇડ 16 પર આધારિત OxygenOS 16 આપવામાં આવ્યું છે. ફોનમાં 6.8-ઇંચ HD+ LCD ડિસ્પ્લે છે જે 120Hz રિફ્રેશ રેટ, 900 nits પીક બ્રાઇટનેસ અને 254 PPI ની પિક્સેલ ડેન્ટિસીને સપોર્ટ કરે છે. તેમાં ડાર્ક મોડ, આઇ પ્રોટેક્શન મોડ, સ્ક્રીન કલર ટેમ્પરેચર એડજસ્ટમેન્ટ અને વિવિધ સ્ક્રીન કલર મોડ્સ છે. ફોન મીડિયાટેક ડાયમેન્સિટી 6360 એપેક્સ ઓક્ટા-કોર ચિપસેટ પર ચાલે છે. તેની સાથે 4GB RAM અને 128GB સુધી સ્ટોરેજ મળે છે. કંપનીએ સારા થર્મલ મેનેજમેન્ટ માટે 13,280 વર્ગ મિલીમીટરના એરિયાવાળી વેપર ચેમ્બર કૂલિંગ સિસ્ટમથી પણ આપ્યું છે.

OnePlus-N6x2

ફોટોગ્રાફી માટે OnePlus N6Xમાં 13-મેગાપિક્સલનો સિંગલ રીઅર કેમેરા આપવામાં આવ્યા છે, જેમાં f/2.2 અપર્ચર, CMOS સેન્સર, ઓટોફોકસ અને 10x ડિજિટલ ઝૂમનો સપોર્ટ મળે છે. તેમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 5-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ફોન 1080p  30 fps પર સુધીના વીડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે. તેમાં 7,000mAhની મોટી બેટરી આપવામાં આવી છે જે 15W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને 5W વાયર્ડ રિવર્સ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનની સાઇઝ 166.38×78.13 × 8.65 mm છે અને તેનું વજન લગભગ 214 ગ્રામ છે.

Leave a Reply

error: Content is protected !!