fbpx

હું મારી શિષ્યવૃત્તિ અને એજ્યુકેશન લોનના કાગળ બતાવીશ. શું તમારા નેતાઓ તેમની ડિગ્રીઓ બતાવશે?, અભિજીત દિપકેનો પલટવાર

Spread the love

હું મારી શિષ્યવૃત્તિ અને એજ્યુકેશન લોનના કાગળ બતાવીશ. શું તમારા નેતાઓ તેમની ડિગ્રીઓ બતાવશે?, અભિજીત દિપકેનો પલટવાર

‘હું મારો શિષ્યવૃત્તિ પત્ર અને એજ્યુકેશન લોનના દસ્તાવેજો બતાવવા તૈયાર છું. શું તમારા નેતાઓ અસલી ડિગ્રીઓ બતાવશે?’ સોશિયલ મીડિયા પર અભિજીત દિપકેએ વીડિયો જાહેર કરીને અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે. દિપકેનો દાવો છે કે ભાજપના એક કાર્યકર્તાએ તેમના શિક્ષણ અને વિદેશમાં અભ્યાસ અંગે RTI દાખલ કરી છે. તેના જવાબમાં તેણે ન માત્ર તેમના શૈક્ષણિક દસ્તાવેજો રજૂ કરવાની વાત કરી, પરંતુ ભાજપના નેતાઓને તેમની પોતાની ડિગ્રીઓ જાહેર કરવા પડકાર પણ આપ્યો છે. નોંધનીય છે કે સુરતના એક RTI કાર્યકર્તાએ ચૂંટણી પંચ અને સેન્ટ્રલ GST વિભાગને પત્ર લખીને અભિજીત દિપકેના પિતાની નાણાકીય સ્થિતિ, વિદેશમાં તેમના શિક્ષણ માટે થયેલા ખર્ચ અને CJPના નામે એકત્ર કરવામાં આવતા લીગલ ડિફેન્સ ફંડની તપાસની માંગ કરી હતી.

સોશિયલ મીડિયા પર શેપ કરાયેલા વીડિયોમાં, દિપકેએ જણાવ્યું હતું કે તેમણે જોયું કે ભાજપના એક કાર્યકર્તાએ તેમની વિરુદ્ધ RTI દાખલ કરી છે, જેમાં જાણવાનો પ્રયાસ કરાયો છે કે તેમણે તેમનું શિક્ષણ કેવી રીતે પૂર્ણ કર્યું. હું તેમને પૂછવા માંગુ છું કે, શું તમારા નેતાઓ તેમની ડિગ્રીઓ બતાવશે? હું મારા શિષ્યવૃત્તિ પત્ર અને શિક્ષણ લોનના દસ્તાવેજો બતાવવા તૈયાર છું. શું તમારા નેતાઓ તેમની અસલી ડિગ્રીઓ બતાવશે? વીડિયોમાં, તેણે એ વાત પર પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે કેટલાક લોકોને શિક્ષણ સાથે આટલો વાંધો કેમ છે. તેમના મતે, જો એક સામાન્ય પરિવારનો છોકરો બોસ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જાય છે, તો કોઈને તેમાં કેમ વાંધો હોવો જોઈએ? તેમણે પ્રશ્ન કર્યો કે શિક્ષણ અંગે આટલો વાંધો કેમ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

આ દરમિયાન, સુરતના એક RTI કાર્યકર્તા અમિત તિવારીએ અભિજીત દિપકેના પિતા ભગવાનરાવ દિપકેની નાણાકીય સ્થિતિની તપાસની માંગ કરી છે. ચૂંટણી પંચ અને સેન્ટ્રલ GST વિભાગને પત્ર લખીને કહ્યું છે કે, ભગવાનરાવ દિપકે મહારાષ્ટ્રના નિવૃત્ત સરકારી કર્મચારી છે. એવામાં એ તપાસ થવી જોઇએ કે એક નિવૃત્ત સરકારી કર્મચારી તેમના પુત્રને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ અપાવવામાં કેવી રીતે સક્ષમ થયા. અમિત તિવારીએ કહ્યું કે આખા મામલે નાણાકીય તપાસ થવી જોઇએ કે જેથી સ્પષ્ટ થાય કે શૈક્ષણિક ખર્ચ કયા સ્ત્રોતોમાંથી પૂરા કરવામાં આવ્યા. 

RTI કાર્યકર્તાના મતે, આ સમગ્ર મામલો NEET પેપર લીકનો વિરોધ કરી રહેલા CJP કાર્યકરોને આપવામાં આવતી કાનૂની સહાય અને આના માટે ‘લીગલ ડિફેન્સ ફંડ’ સાથે જોડાયેલો છે. આ આધારે, તેમણે અભિજીત દિપકેના પિતાની સંપત્તિ અને નાણાકીય સ્થિતિની તપાસની પણ માંગ કરી છે. અમિત તિવારીએ ન માત્ર નાણાકીય તપાસની માંગ કરી છે, પરંતુ ચૂંટણી પંચને પત્ર લખીને CJPની કાનૂની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે CJP એક નોન-રજિસ્ટર્ડ સંસ્થા છે, પરંતુ રાજકીય પક્ષની જેમ કાર્ય કરે છે. તેમનું કહેવું છે કે જો CJPના નામે કા લીગલ ડિફેન્સ ફંડના રૂપમાં ₹1 કરોડ એકત્ર કરવામાં આવી રહ્યા છે, તો ચૂંટણી પંચે ચકાસવું જોઈએ કે શું આ સંસ્થા જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 29A હેઠળ રજિસ્ટર્ડ છે. RTI કાર્યકર્તાએ વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે જો સંગઠન રજિસ્ટર્ડ નથી, તો તેની રાજકીય પક્ષની તેનું સંચાલન અને ભંડોળ ઊભું કરવાની પ્રવૃત્તિઓ તપાસનો વિષય હોવી જોઈએ.

abhjit

RTI કાર્યકર્તા અમિત તિવારીએ સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સ (CBEC)ને પણ પત્ર લખ્યો છે. તેમણે વરિષ્ઠ વકીલ અને રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલ દ્વારા જાહેર કરાયેલા ₹1 કરોડના લીગલ ડિફેન્સ ફંડ પર 18% GST ચૂકવવાની તપાસની માંગ કરી છે. તેમનું કહેવું છે કે આ રકમના કર-સંબંધિત પાસાઓની તપાસ થવી જોઈએ. નોંધનીય છે કે, NEET પેપર લીક કેસના સંદર્ભમાં દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા CJP પ્રદર્શનકારીઓને કાનૂની સહાય પૂરી પાડવા માટે કપિલ સિબ્બલે ₹1 કરોડનું યોગદાન આપવાની જાહેરાત કરી હતી. હવે RTI કાર્યકર્તાએ આ રકમ પર GST અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે અને તપાસની માંગ કરી છે.

શરૂઆત માત્ર અભિજીત દિપકેના શિક્ષણ અંગે દાખલ કરાયેલી RTIથી થઇ હતી. ત્યારબાદ, દિપકેએ વીડિયો જાહેર કરીને તેમના અભ્યાસ, શિષ્યવૃત્તિ અને એજ્યુકેશન લોનનો ઉલ્લેખ કરતો જવાબ આપ્યો. ત્યારબાદ આ મામલો તેમના પિતાની નાણાકીય સ્થિતિ સુધી પહોંચી ગયો. ત્યારબાદ CJPના લીગલ ડિફેન્સ ફંડ અંગે પ્રશ્નો ઉભા થયા, ત્યારબાદ ચૂંટણી પંચ દ્વારા સંગઠનની રજિસ્ટ્રેશનની સ્થિતિની તપાસ કરવાની માંગ કરવામાં આવી. અને હવે, કપિલ સિબ્બલ દ્વારા જાહેર કરાયેલા ₹1 કરોડના ભંડોળની GST તપાસની માંગ પણ આ સમગ્ર વિવાદનો ભાગ બની ગઈ છે.

abhjit

આ બાબતને લઈને વિવિધ દાવાઓ અને આરોપો સામે આવ્યા છે. એક તરફ, અભિજીત દિપકેનું કહેવું છે કે તેઓ તેમના શિક્ષણ સંબંધિત દસ્તાવેજો રજૂ કરવા તૈયાર છે અને તેમણે ભાજપના નેતાઓને તેમની ડિગ્રીઓ પણ જાહેર કરવા પડકાર ફેંક્યો છે. બીજી તરફ, RTI કાર્યકર્તા અમિત તિવારીએ ચૂંટણી પંચ અને સેન્ટ્રલ GST વિભાગ પાસે ઘણાં મુદ્દાના અનેક પાસાઓની તપાસની માંગ કરી છે. આ ફરિયાદો અંગે સંબંધિત એજન્સીઓ શું પગલાં લે છે અને તપાસ શરૂ થાય છે કે કેમ તે જોવાનું બાકી છે. અત્યાર સુધી, કોઈપણ તપાસ એજન્સી તરફથી કોઈ અંતિમ નિષ્કર્ષ કે કોઇ તપાસ એજન્સી તરફથી કોઇ સત્તાવાર નિર્ણય સામે આવ્યો નથી.

Leave a Reply

error: Content is protected !!