
કર્ણાટકના મૈસુરમાં એક દુ:ખદ ઘટનામાં પાંચ વર્ષના છોકરાનું મોત નીપજ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, બાળકે ‘કુરકુરે’ નાસ્તાના પેકેટ સાથે મફતમાં મળેલો પ્લાસ્ટિકનો રમકડાનો બૉલ રમતી વખતે ગળી લીધો હતો. બૉલ તેના ગળામાં ફસાઈ ગયો હતો, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી અને ગૂંગળામણથી તેનું મૃત્યુ થયું.
આ ઘટના ગૌરીપુરા ગામમાં બની હોવાનું કહેવાય છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બાળક રમી રહ્યો હતો ત્યારે તેણે પ્લાસ્ટિકનો બોલ તેના મોંમાં નાખ્યો. અચાનક, બોલ તેના ગળામાં ફસાઈ ગયો. તેની હાલત બગડતા તેના પરિવારે સારવાર માટે તેને હોસ્પિટલમાં ખસેડ્યો, પરંતુ ડૉક્ટરો તેને બચાવી શક્યા નહીં.

આ ઘટના બાદ પરિવાર ભારે શોક પ્રસરી ગયો છે. કહેવામાં આવે છે કે બાળક તેના માતા-પિતાનું એકમાત્ર સંતાન હતું, અને પરિવાર ગામમાં જાણીતો છે. નાના છોકરાના મૃત્યુના સમાચારથી સ્થાનિક લોકો પણ દુઃખી છે. આજતકના અહેવાલ મુજબ, પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે પ્લાસ્ટિકનો બોલ કુરકુરેના પેકેટ સાથે કોમ્પલિમેન્ટ્રી આઇટમ તરીકે મળ્યો હતો. બાળકે તેને રમતી વખતે કથિત રીતે ગળી લીધો. બૉલ તેના ગળામાં ફસાઈ ગયા બાદ તે ગૂંગળાવા લાગ્યો, અને તેની હાલત ગંભીર બની ગઈ.
પરિવારના સભ્યોએ બાળકને તાત્કાલિક તબીબી સહાય અપાવવાનો પ્રયાસ કર્યો. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ સારવાર છતા તેને બચાવી શકાયો નહીં. આ ઘટનાથી પરિવાર ઘેરા આઘાતમાં છે. પોલીસના જણાવ્યા અનુસાર, પરિવારે હજુ સુધી આ બાબતે ઔપચારિક ફરિયાદ નોંધાવી નથી. આ જ કારણ છે કે, અત્યાર સુધી આકસ્મિક મૃત્યુ (UDR) નો કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી, અને કોઈ ફોજદારી કાર્યવાહી શરૂ કરવામાં આવી નથી.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે તેઓ પરિવારના સંપર્કમાં છે અને કેસની પરિસ્થિતિઓ પર નજર રાખી રહ્યા છે. અધિકારીઓએ કહ્યું કે આગળની કાર્યવાહી પરિવાર ઔપચારિક ફરિયાદ નોંધાવે છે કે નહીં તેના પર નિર્ભર રહેશે. અત્યાર સુધી, પોલીસે કોઈની સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરી નથી. બાળકના મૃત્યુ બાદ પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસ પરિવાર સાથે સંપર્ક જાળવીને ઘટના અંગે માહિતી એકત્રિત કરી રહી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બાળકે આકસ્મિક રીતે પ્લાસ્ટિકનો બોલ ગળી જતા આ દુર્ઘટના બની હતી. હાલમાં ઉપલબ્ધ માહિતીના આધારે, આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત માનવામાં આવી રહી છે, અને ઔપચારિક ફરિયાદ નોંધાયા પછી જ આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.