fbpx

બેંક ઑફ ઇન્ડિયાએ SRKના કર્મચારીને રૂ. 71 લાખનો વીમા ક્લેઇમ આપ્યો

Spread the love

 બેંક ઑફ ઇન્ડિયાએ SRKના કર્મચારીને  રૂ. 71 લાખનો વીમા ક્લેઇમ આપ્યો

બેંક ઑફ ઇન્ડિયા, સુરત પોતાની સેલરી એકાઉન્ટ યોજના હેઠળ આપવામાં આવતી નિઃશુલ્ક ગ્રુપ પર્સનલ એક્સિડેન્ટલ ઇન્શ્યોરન્સ યોજનાના અંતર્ગત SRK એક્સપોર્ટ્સ પ્રા. લિ.ના એક સ્વર્ગસ્થ કર્મચારીના પરિવારને રૂ. 71 લાખનો વીમા ક્લેઇમ અર્પણ કર્યો. મુશ્કેલ સમયમાં આ સહાય પરિવાર માટે મહત્વપૂર્ણ આર્થિક આધારરૂપ બની છે. આ વીમા સુરક્ષા બેંકની કોર્પોરેટ કર્મચારીઓ માટેની સેલરી એકાઉન્ટ યોજનાનો એક નિઃશુલ્ક લાભ છે.

બેંક ઑફ ઇન્ડિયા કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓને તેમની સેલરી એકાઉન્ટ યોજના હેઠળ રૂ. 2 કરોડ સુધીનું નિઃશુલ્ક ગ્રુપ પર્સનલ એક્સિડેન્ટલ ઇન્શ્યોરન્સ કવર પ્રદાન કરે છે. તે જ રીતે ખાનગી કંપનીઓ સાથેના કરાર અંતર્ગત બેંકમાં સેલરી એકાઉન્ટ ધરાવતા પાત્ર કર્મચારીઓને રૂ. 1 કરોડ સુધીનું નિઃશુલ્ક અકસ્માત વીમા કવર પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

વીમા ક્લેઇમનો ચેક શનિવાર, તા. 01-08-2026 ના રોજ SRK એક્સપોર્ટ્સ પ્રા. લિ.ના ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયાના હસ્તે સ્વર્ગસ્થ કર્મચારીના પરિવારને અર્પણ કરવામાં આવ્યો. આ પ્રસંગે બેંક ઑફ ઇન્ડિયાના FGMO અમદાવાદના જનરલ મેનેજર  અજય ત્રિપાઠી તથા સુરત ઝોનના ઝોનલ મેનેજર  રાજેશ કુમાર ઉપસ્થિત રહ્યા હતા.

32

આ પ્રસંગે  અજય ત્રિપાઠીએ શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “પ્રિયજનની ખોટ કોઈ પણ રીતે પૂરી થઈ શકતી નથી, પરંતુ બેંકની આ આર્થિક સહાય પરિવારને મુશ્કેલ સમયમાં સંબળ અને સુરક્ષાની લાગણી આપશે તેવી અમારી આશા છે.”

રાજેશ કુમારે જણાવ્યું હતું કે, છેલ્લા નાણાકીય વર્ષ દરમિયાન બેંક ઑફ ઇન્ડિયાએ SRK એક્સપોર્ટ્સ પ્રા. લિ.ના કર્મચારીઓ માટે કુલ રૂ. 1.42 કરોડના ગ્રુપ પર્સનલ એક્સિડેન્ટલ ઇન્શ્યોરન્સ ક્લેઇમનું સફળતાપૂર્વક નિરાકરણ કર્યું છે. તેમણે ઉમેર્યું કે, બેંક ઑફ ઇન્ડિયાની સેલરી એકાઉન્ટ યોજના બેંકિંગ ક્ષેત્રની સૌથી વ્યાપક અને લાભદાયી યોજનાઓમાંની એક છે, જેને બેંક સાથે સેલરી એકાઉન્ટ ધરાવતી અગ્રણી કોર્પોરેટ કંપનીઓ તરફથી વ્યાપક પ્રશંસા મળી રહી છે.

SRK એક્સપોર્ટ્સ પ્રા. લિ.ના ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયાએ બેંકની ઝડપી, પારદર્શક અને કાર્યક્ષમ સેવા બદલ પ્રશંસા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “અમારા કર્મચારીઓ અમારા પરિવારનો અભિન્ન ભાગ છે. આવી મુશ્કેલ ઘડીએ બેંક ઑફ ઇન્ડિયાએ ખૂબ જ ઝડપથી વીમા ક્લેમનું નિરાકરણ કરીને પરિવારને સમયસર આર્થિક સહારો આપ્યો છે. કર્મચારી કલ્યાણ પ્રત્યે બેંકનો આ અભિગમ ખરેખર પ્રશંસનીય છે.”

Leave a Reply

error: Content is protected !!