
જો તમે વારંવાર તમારી ચાવીઓ, બેગ અથવા અન્ય આવશ્યક વસ્તુઓ ક્યાંક રાખીને ભૂલી જાઓ છો, તો Jioએ તમારા માટે નવું JioTag 2 લોન્ચ કર્યું છે. આ સ્માર્ટ ટ્રેકર હવે એન્ડ્રોઇડ અને આઇફોન બંને સાથે કામ કરે છે. તેની શરૂઆતની કિંમત ₹1,249 રાખવામાં આવી છે. કંપનીએ તેને નવી ડિઝાઇન અને પહેલાથી વધુ સારી ટ્રેકિંગ ફીચર્સ આપવામાં આવ્યા છે.

કિંમત અને નવી ડિઝાઇન
JioTag 2ને ભારતમાં ₹1,249 ની કિંમતે લોન્ચ કરવામાં આવ્યું છે. બેંક ઑફર્સ સાથે, કિંમત ₹1,199 સુધી ઘટી શકે છે. તે કાળો, લાલ અને લીલો ત્રણ રંગ વિકલ્પો ઉપલબ્ધ છે. કંપનીએ તેને નવી ડિઝાઇન અને નવા આકાર સાથે રજૂ કર્યું છે. ગ્રાહકો તેને એમેઝોન ઇન્ડિયા પરથી ખરીદી શકે છે.
JioTag 2ની સૌથી મોટી વિશિષતા એ છે કે તે એન્ડ્રોઇડ અને iOS બંને ઉપકરણો સાથે કામ કરે છે; અગાઉનું JioTag બંને પ્લેટફોર્મને સપોર્ટ કરતું નહોતું. નવું મોડેલ ગૂગલના ફાઇન્ડ માય ડિવાઇસ નેટવર્ક અને એપલના ફાઇન્ડ માય નેટવર્ક સાથે જોડાઇને કામ કરે છે. આનાથી વપરાશકર્તાઓ તેમની ખોવાયેલી વસ્તુઓનું સેમી-રીઅલ-ટાઇમ લોકેશન જોઈ શકે છે અને ભલે વસ્તુ બ્લૂટૂથ રેન્જની બહાર હોય તો પણ મેપ દ્વારા દિશા મળી શકે છે.

JioTag 2 પોલીકાર્બોનેટ મટિરિયલમાંથી બનાવવામાં આવ્યું છે અને IP64 રેટિંગ મળી છે, જે તેને ધૂળ અને પાણીના છાંટાથી સુરક્ષિત બનાવે છે. તેમાં 120dBનું ઇન- બિલ્ટ સ્પીકર છે જે બ્લૂટૂથ રેન્જની અંદરની વસ્તુઓ શોધવામાં તેજ અવાજથી મદદ કરે છે. તેમાં નોન-સ્ટાન્ડર્ડ બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેનો હેતું વપરાશકર્તાઓ માટે રોજિંદી આવશ્યક વસ્તુઓને સરળતાથી ટ્રેક કરવાનો છે.