

જેમ એન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલ (GJEPC)ના મુંબઇમાં IIJS શોથી ઉદ્યોગકારોના ચહેરા ઝગમગી ઉઠ્યા છે, કારણકે, પ્રદર્શનને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. કાઉન્સીલને 50000 વિઝિટર્સ આવે તેવી ધારણા હતી અને તેને બદલે 62000 વિઝિટર્સ આવ્યા અને 6 દિવસના શોમાં 2 લાખ કરોડનો બિઝનેસ થયો છે.IIJS 2026 પહેલા અમેરિકામાં યોજાયેલા JCK લાસવેગાસ શોમાં પણ ભારે પ્રતિસાદ જોવા મળ્યો હતો.
GJEPCના ચેરમેન કિરીટ ભણશાલીએ કહ્યું કે, આ વખતે જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગની દિવાળી ઘણી સારી જવાની છે, કારણકે પ્રદર્શનમાં બધાને ફુલ ઓર્ડર મળ્યા છે. લગભગ 2 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થયો છે.
દરેક સેગમેન્ટમાં સારો પ્રતિસાદ રહ્યો, ભલે પછી નેચરલ ડાયમંડ હોય, લેબગ્રોન ડાયમંડ હોય, જ્વેલરી હોય કે ટેક્નોલોજી હોય. વિદેશી બાયર્સમાં પણ ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો.