fbpx

મધ્ય પ્રદેશમાં 5 વર્ષમાં 61000થી વધુ છોકરીઓ ગુમ થઈ… 3241 હજુ ગાયબ; વિધાનસભામાં ખુલાસો

Spread the love

મધ્ય પ્રદેશમાં 5 વર્ષમાં 61000થી વધુ છોકરીઓ ગુમ થઈ... 3241 હજુ ગાયબ; વિધાનસભામાં ખુલાસો

મધ્ય પ્રદેશમાં છોકરીઓની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરતા આંકડા રાજ્ય વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય અજય અર્જૂન સિંહ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ વતી આપવામાં આવેલા લેખિત જવાબમાં જાણવા મળ્યું છે કે છેલ્લા પાંચ વર્ષમાં (31 મે, 2026 સુધી) રાજ્યમાંથી કુલ 61,112 છોકરીઓ ગુમ થઈ છે. પોલીસ વહીવટીતંત્રએ તત્પરતા દાખતવા 61,498 છોકરીઓ (જૂના પેન્ડિંગ કેસોનો પણ સમાવેશ થાય છે) સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી, પરંતુ  3241 છોકરીઓનો હજી સુધી કોઇ અતોપતો નથી.

mohan-yadav2

વિધાનસભામાં રજૂ કરાયેલા સરકારી આંકડા મુજબ, રાજ્યમાં છોકરીઓનો ગુમ થવાનો દર ચિંતાજનક છે. આંકડાઓનું વિશ્લેષણ દર્શાવે છે કે, છેલ્લા પાંચ વર્ષમાં મધ્ય પ્રદેશમાં દરરોજ સરેરાશ 33 છોકરીઓ ગુમ થઈ છે. 2025માં સૌથી વધુ 13,146 છોકરીઓ ગુમ થયાનો રિપોર્ટ નોંધાયો હતો, જે પાંચ વર્ષનો સૌથી મોટો આંકડો છે. 2026માં, જાન્યુઆરીથી 32 મે સુધી ફક્ત પાંચ મહિનામાં જ 6309 છોકરીઓ ગુમ થયાના કેસ નોંધાયા છે.

સરકારનું કહેવું છે કે 31 મે, 2026 સુધીમાં ગુમ થયેલી 3241 છોકરીઓ હજી પણ ગુમ છે. સુપ્રીમ કોર્ટની રિટ અરજીના નિર્દેશોનું પાલન કરતા બાળકો ગાયબ થવાની દરેક ફરિયાદ માટે સંબંધિત પોલીસ સ્ટેશનમાં સીધી FIR (અપહરણની કલમ) નોંધવામાં આવે છે, અને તપાસ શરૂ કરવામાં આવે છે. માનવ તસ્કરીને રોકવા અને છોકરીઓની સલામત રીતે પાછી લાવવા માટે ‘ઓપરેશન મુસ્કાન’ ચલાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, કિશોરીઓ માટે ‘સૃજન’ અને છોકરાઓ માટે ‘અભિમન્યુ’ જેવા અભિયાનો પણ સંચાલિત કરવામાં આવી રહ્યા છે.

childrens3

છોકરીઓની સલામતી અને ગુમ થયેલા બાળકોની રિકવરી માટે વહીવટી સ્તરે ઉઠાવવામાં આવેલા પગલાંની વિગતો પણ વિધાનસભામાં આપવામાં આવી હતી. રાજ્ય સ્તરે એક માનવ તસ્કરી વિરોધી બ્યૂરો કાર્યરત છે, જ્યારે જિલ્લા સ્તરે કાર્યરત 52 મહિલા પોલીસ સ્ટેશનોમાં માનવ તસ્કરી વિરોધી એકમો (AHTUs)ની રચના કરવામાં આવી છે. ગુમ થયેલી છોકરીઓની રિકવરી અંગે દર મહિને જિલ્લા અને રાજ્ય સ્તરે માસિક સમીક્ષા બેઠકો આયોજિત કરવામાં આવે છે, જેથી માનવ તસ્કરી જેવા ગુનાઓ પર અંકુશ લગાવી શકાય.

Leave a Reply

error: Content is protected !!