fbpx

બિહાર સરકારના ટ્રાન્સજેન્ડર બોર્ડે ‘મોદી ચાલીસા’ વાંચી PMના પોસ્ટરની આરતી ઉતારી, કહ્યું- હવે ભવ્ય મંદિર બનશે

Spread the love

બિહાર સરકારના ટ્રાન્સજેન્ડર બોર્ડે 'મોદી ચાલીસા' વાંચી PMના પોસ્ટરની આરતી ઉતારી, કહ્યું- હવે ભવ્ય મંદિર બનશે

સોશિયલ મીડિયા પર દિલ્હીના પ્રેસ ક્લબનો એક વીડિયો વાયરલ થઇ ગયો છે, જેમાં કેટલાક લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ભગવાન રામ’ તરીકે પૂજતા અને તેમની આરતી ઉતારતા જોવા મળે છે. આ દરમિયાન, ‘મોદી ચાલીસા’નો પાઠ કરવામાં આવ્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ લોકોએ મિશ્ર પ્રતિસાદ આપ્યો છે.

modi-calisa2

શું છે આખો મામલો

20 ઓગસ્ટના રોજ રાજ્ય ટ્રાન્સજેન્ડર કલ્યાણ બોર્ડના નેજા હેઠળ દિલ્હીના પ્રેસ ક્લબમાં ‘મોદી ચાલીસા’નો પાઠ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ભગવાન રામના રૂપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કટઆઉટ પણ લગાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બિહાર રાજ્ય ટ્રાન્સજેન્ડર બોર્ડના ઉપાધ્યક્ષ ડૉ. રાજન સિંહ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો, જેઓ પટનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મંદિર બનાવવા માંગે છે. આને લઇને બોર્ડના સભ્યોએ પ્રેસ ક્લબમાં ‘મોદી ચાલીસા’નો પાઠ કર્યો અને પ્રસ્તાવિત મંદિર નિર્માણ અંગે માહિતી આપી હતી.

આ કાર્યક્રમનો વીડિયો વાયરલ થયા પછી, પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયાએ સ્પષ્ટતા આપી છે. તેણે જણાવ્યું હતું કે આ કાર્યક્રમનું આયોજન તેમણે કર્યું નહોતું. પ્રેસ ક્લબ પરિસરમાં યોજાયેલા એક કાર્યક્રમના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એવી સ્પષ્ટતા કરવામાં આવે છે કે ક્લબે આ કાર્યક્રમનું આયોજન કર્યું નહોતું. એક સંસ્થાએ પ્રેસ કોન્ફરન્સ યોજવા માટે હોલ ભાડે લીધો હતો, પરંતુ જ્યારે તે સંસ્થાએ નિયમો અને શરતોનું ઉલ્લંઘન કર્યું, ત્યારે ક્લબના અધિકારીઓએ હસ્તક્ષેપ કર્યો અને કાર્યક્રમ અટકાવ્યો.

press-club-of-india

બિહાર રાજ્ય ટ્રાન્સજેન્ડર કલ્યાણ બોર્ડના ઉપાધ્યક્ષ ડૉ. રાજન સિંહે જાહેરાત કરી હતી કે બિહારના પટનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર ભવ્ય મંદિર બનાવવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. બિહાર સરકાર મંદિરના નિર્માણ માટે પાંચ એકર જમીન ફાળવવામાં આવશે. ડૉ. રાજને જણાવ્યું હતું કે બાંધકામ કાર્ય શરૂ ન થાય ત્યાં સુધી, ટ્રાન્સજેન્ડર સમુદાયના સભ્યો દર ગુરુવારે ‘નરેન્દ્ર મોદી ચાલીસા’નો પાઠ કરશે.

Leave a Reply

error: Content is protected !!