
- પરિવાર ની ભાર મેળવી રાત્રીના ૧|૩૦ કલાકે પરિવાર ને શોપ્યો
- બાળક મલી આવતા પરિવાર ના ચહેરા ઉપર સ્મિત જોવા મલ્યુ


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરમાં પરિવારથી વિખૂટો પડી ગયેલો ૧૨ વર્ષનો બાળક પ્રાંતિજ પોલીસની સતર્કતા અને માનવતાભરી કામગીરીના કારણે પરિવાર સાથે ફરીથી મળી ગયો હતો પ્રાંતિજ પોલીસની આ કામગીરીની સરાહના થઈ રહી છે
મળતી માહિતી મુજબ ૧૨ વર્ષનો બાળક ગાડીમાં બેસીને પ્રાંતિજ આવી પહોંચ્યો હતો. ત્યારબાદ તે પ્રાંતિજ બજાર વિસ્તારમાં એકલો ફરતો જોવા મળતા કરીયાણાના વેપારી સંજયભાઈ મોદીની નજર તેના પર પડી હતી. બાળક અંગે શંકા જતા સંજયભાઈ મોદીએ તાત્કાલિક પ્રાંતિજ પોલીસને જાણ કરી હતી જાણ મળતા પ્રાંતિજ પોલીસની ટીમ નાની ભાગોળ બજાર વિસ્તારમાં પહોંચી હતી અને બાળકને સલામત રીતે પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન બાળકનું નામ શૈલેષ અમરતભાઈ ગુજર, ઉંમર ૧૨ વર્ષ, રહે. ડુંગરી, તા. વિજયનગર, જિલ્લો સાબરકાંઠા હોવાનું જાણવા મળ્યું હતું ત્યારબાદ પ્રાંતિજ ટાઉન પોલીસના જમાદાર રાજુભાઈ બરડાએ બાળકના પરિવારની માહિતી મેળવી પરિવારજનોનો સંપર્ક સાધ્યો હતો. પરિવારજનોને જાણ થતાં તેઓ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. અંતે રાત્રિના આશરે ૧:૩૦ વાગ્યે શૈલેષને તેના પરિવારજનોને સોંપી પરિવાર સાથે મિલાપ કરાવવામાં આવ્યો હતો બાળકને સલામત રીતે પરિવાર સુધી પહોંચાડવામાં પ્રાંતિજ પોલીસ તથા જાગૃત નાગરિક વેપારી સંજયભાઈ મોદીની કામગીરી મહત્વપૂર્ણ રહી હતી.પ્રાંતિજ પોલીસની આ સરાહનીય અને માનવતાભરી કામગીરીની લોકોમાં પ્રશંસા થઈ રહી છે