fbpx

પ્રાંતિજ સહિત તાલુકામાં મા દશામાની મૂર્તિઓનું વાજતે-ગાજતે વિસર્જન-હજારોની સંખ્યામાં મૂર્તિઓનું વિસર્જન

Spread the love
  • પ્રાંતિજ મોટી બોખ ખાતે વિશેષ વ્યવસ્થા કરાઈ


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત સમગ્ર તાલુકામાં મા દશામાના દસ દિવસના વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે વ્રતધારી મહિલાઓ દ્વારા મા દશામાની મૂર્તિઓનું વાજતે-ગાજતે વિસર્જન કરવામાં આવ્યું હતું પ્રાંતિજ સહિત તાલુકામાં વિવિધ સ્થળોએ તળાવ, બોખ અને નદી ખાતે હજારોની સંખ્યામાં મા દશામાની મૂર્તિઓની પધરામણી કરવામાં આવી હતી


મા દશામાના વ્રત દરમિયાન મહિલાઓ દ્વારા પોતાના ઘરે દસ દિવસ માટે માતાજીની મૂર્તિની સ્થાપના કરી ઉપવાસ તથા ઉપાસના કરવામાં આવે છે સવાર-સાંજ માતાજીની આરતી ઉતારી ભાવતાં ભોજન તથા પ્રસાદનો ભોગ ધરાવી માતાજીની ભક્તિ કરવામાં આવે છે દસમા દિવસે આખી રાત જાગરણ કર્યા બાદ વહેલી સવારે માતાજીની મૂર્તિનું તળાવ, બોખ કે નદીમાં વિસર્જન કરી વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવે છેપ્રાંતિજમાં મા દશામાના મંદિર નજીક આવેલી મોટી બોખ ખાતે મોટી સંખ્યામાં વ્રતધારી મહિલાઓ તથા શ્રદ્ધાળુઓ દ્વારા માતાજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માતાજીના મંદિરના વિશાળ ચોકમાં મહિલાઓ દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતુંમા દશામાના મંદિરના વ્યવસ્થા સ્થાપક નિત્યાનંદભાઈ દ્વારા મૂર્તિ વિસર્જન માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી મૂર્તિ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પ્રાંતિજ પોલીસ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતોઆ ઉપરાંત પ્રાંતિજ ફાયર ટીમ તથા ભોઈ સમાજના યુવાનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મૂર્તિ વિસર્જન દરમિયાન જરૂરી સહયોગ આપી સેવા બજાવવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!