fbpx

પ્રાંતિજ ખાતે શાન્તિ સમિતિ ની બેઠક યોજાઇ

Spread the love

  • જન્માષ્ટમી અને ઇદે મિલાદ ને લઇને પોલીસ સ્ટેશન ખાતે શાન્તીસમિતીની બેઠક યોજાઇ
  • નગરના અગ્રણીઓ સહિત વેપારી મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા
  • પ્રાંતિજ પી.આઇ ની અધ્યક્ષતા મા બેઠક યોજાઇ


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આગામી જન્માષ્ટમી તથા ઈદે મિલાદના તહેવારોને ધ્યાનમાં રાખીને પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી પ્રાંતિજ પી.આઈ. ડી.આર. પઢેરિયાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં નગરના અગ્રણીઓ, વેપારીઓ તેમજ વિવિધ સમાજના હિન્દુ-મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા


દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રાંતિજ પોલીસ દ્વારા તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય અને નગરમાં ભાઈચારો તથા એકતા જળવાઈ રહે તે હેતુથી શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠક દરમિયાન તહેવારો દરમિયાન શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી બેઠકમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, યોગેશભાઈ રાવલ, અનિલભાઈ પટેલ, આસિફભાઈ રાઠોડ, મનુભાઈ રામચંદાની, તાહિરભાઈ સહિતના આગેવાનો, વેપારીઓ તેમજ હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત સૌએ પ્રાંતિજ શહેરમાં હંમેશાની જેમ શાંતિ, ભાઈચારો અને કોમી એકતા જળવાઈ રહે તે માટે સહકાર આપવાની ભાવના વ્યક્ત કરી હતી

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!