fbpx

દીકરાએ પોતાના ઘરેથી જ ચોરી લીધા 50 લાખ! ગર્લફ્રેન્ડ પર લાખો ખર્ચ્યા, iPhone પણ ભેટમાં આપ્યો

Spread the love
દીકરાએ પોતાના ઘરેથી જ ચોરી લીધા 50 લાખ! ગર્લફ્રેન્ડ પર લાખો ખર્ચ્યા, iPhone પણ ભેટમાં આપ્યો

આસામના જોરહાટમાં ચોરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક યુવક પર તેના જ ઘરમાંથી આશરે ₹50 લાખ રોકડા અને સોનાના દાગીનાની ચોરી કરવાનો આરોપ છે. આટલું જ નહીં, પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તેણે ચોરેલા પૈસાનો મોટો ભાગ તેની ગર્લફ્રેન્ડ પર ખર્ચ કર્યો. તેને લગભગ ₹1.5 લાખનો iPhone પણ ભેટમાં આપ્યો હતો.

આ કેસમાં આરોપીની ઓળખ યશ ધાનુકા તરીકે થઈ છે. એવો આરોપ છે કે જ્યારે તેના માતા-પિતા બહાર હતા ત્યારે ઘરના લોકરમાંથી રોકડ અને સોનાના દાગીના કાઢી લીધા હતા. માતા-પિતા જ્યારે પાછા ફર્યા તો, કિંમતી વસ્તુઓ ગાયબ હોવાનું જણાયું. ત્યારબાદ, યશના પિતાએ 24 ઓગસ્ટના રોજ જોરહાટ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. યશ ધાનુકા ઉપરાંત, FIRમાં જીતેન્દ્ર સોમાણી, રોહિત પ્રસાદ અને પબાલી દત્તાના નામ પણ સામેલ છે. પોલીસ એ વાતની તપાસ કરી રહી છે કે કથિત ચોરીનું ષડયંત્ર કેવી રીતે કરવામાં આવ્યું હતું અને આરોપીઓની શું ભૂમિકા હતી.

MG-Hector-Tomahawk4

તપાસ દરમિયાન, યશે જણાવ્યું હતું કે તેણે તેના મિત્રો જીતેન્દ્ર સોમાણી અને રોહિત પ્રસાદ સાથે મળીને ચોરીનું કાવતરું ઘડ્યું હતું. તેનો આરોપ છે કે બંનેએ તેને ચોરી કરવા માટે ઉશ્કેર્યો હતો અને આખી પદ્ધતિ જણાવી હતી. યશના જણાવ્યા મુજબ, લોકર સુધી પહોંચવા માટે એક તાળા બનાવનારની મદદ પણ લેવામાં આવી હતી. યશે એવું પણ જણાવ્યું હતું કે તેણે ચોરેના પૈસામાંથી લગભગ ₹5 લાખ પાબલી દત્તા પર ખર્ચ્યા હતા. આ ખર્ચમાં આશરે ₹1.5 લાખનો iPhone અને રોકડ રકમ આપવાનો સમાવેશ થાય છે.

યશે મીડિયાને જણાવ્યું હતું કે, મને ખરેખર અફસોસ છે. જીતુ સોમાણીએ મને ગેરમાર્ગે દોર્યો. તેણે સોમાણી અને પ્રસાદ પર ચોરીના આયોજનમાં સામેલ હોવાનો અને ચોરાયેલા દાગીનાના ઠેકાણે લગાવવામાં મદદ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. આ કેસમાં બીજી એક મહત્ત્વપૂર્ણ વિગત બહાર આવીછે. યશ પોતે અમદાવાદ ગયો નહોતો. અહેવાલો અનુસાર, જીતેન્દ્ર સોમાણી 4 ઓગસ્ટે અમદાવાદ ગયો હતો, જ્યારે યશ આસામમાં રહ્યો હતો. ત્યારબાદ જોરહાટ પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો.

GF1

યશને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. જ્યાં તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો. પોલીસ હવે ચોરીની સંપૂર્ણ રકમ અને સોનાના દાગીના શોધવા માટે કામ કરી રહી છે. સાથે જ એ માહિતી મેળવવામાં આવી રહી છે કે, FIRમાં નામિત અન્ય વ્યક્તિઓની કથિત ભૂમિકા શું હતી. હાલમાં બધા આરોપોની તપાસ ચાલી રહી છે.

Leave a Reply

error: Content is protected !!