

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતીન નબીને પોતાની ટીમની જાહેરાત કરી દીધી એટલે એમનું કામ પુરુ થયુ હવે ચર્ચા શરૂ થઇ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ટીમમાં બદલાવની. કેન્દ્ર સરકારના મંત્રી મંડળની નવી ટીમ જાહેર થઇ શકે છે. ભાજપ સંગઠનના બદલાવને મંત્રી મંડળના વિસ્તરણ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.
ભાજપના 3 મોટા પુભાવી ચહેરા અનુરાગ ઠાકુર, તેજસ્વી સૂર્યા અને રાઘવ ચઢ્ઢાને સંગઠનમાં કોઇ જવાબદારી સોંપવામાં નથી આવી. રાજકારણના જાણકારોનું કહેવું છે કે આનો મતલબ એ હોય શકે કે અનુરાગ, તેજસ્વી અને રાઘવ ચઢ્ઢાને મોદી મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે. અનુરાગ હિમાચલ પ્રદેશથી સાંસદ છે અને પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે. રાઘવ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ હતાઅને આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં આવ્યા છે એટલે એમને ઇનામ મળવાનું નક્કી છે. કર્ણાટકની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેજસ્વીને પણ મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે.