fbpx

હાઇ બીમના ત્રાસથી છૂટકારો મળશે, સરકાર વાહનોની હેડલાઇટનો પ્રકાશ ઓછો કરવાનો કડક નિયમ લાવી રહી છે

Spread the love
હાઇ બીમના ત્રાસથી છૂટકારો મળશે, સરકાર વાહનોની હેડલાઇટનો પ્રકાશ ઓછો કરવાનો કડક નિયમ લાવી રહી છે

કેન્દ્રના રોડ ટ્રાન્સ્પોર્ટ મંત્રાલયે સેન્ટ્ર્લ મોટર વ્હીકલ રૂલ્સ સુધારા ડ્રાફ્ટ દ્વારા કેટલાક સુધારા માટે પ્રસ્તાવ મુક્યો છે. કેન્દ્ર સરકાર વાહનોની હેડલાઇટ કેટલી તેજ હોવી જોઇએ, કયા મોડમાં આપોઆપ ચાલુ થવી જોઇએ અને સામેથી આવતા વાહન ચાલકો પર કેટલી ગ્લેર પડે છે તેના નિયમો વધુ કડક કરવાની તૈયારી કરી રહી છે. આ ફેરફારોનો હેતુ રાત્રીના સમયે થતા અક્સમાતો ઘટાડવાનો છે.

જે પ્રસ્તાવ રજૂ થયો છે તેમાં હાઇ બીમની તીવ્રતા ઘટાડાશે, સફેદ LED લાઇટના કલર ટેમ્પરેર નિયંત્રિત થશે, નવી કારમાં હાઇ બીમ વોર્નિંગ આવી શકે છે અને ભારે વાહનો પર ફરજિયાત રિફલેક્ટીવ ટેપ ફરજિયાતની દરખાસ્ત છે. આગળ કયુ વાહન ચાલી રહ્યું છે તે રિફલેક્ટીવ ટેપ પરથી ખબર પડશે.

error: Content is protected !!