fbpx

BJP જાહેરાત કરે તે પહેલા સમાજવાદી પાર્ટીનો મોટો દાવ, દર વર્ષે મહિલાઓને ₹40,000 આપશે, ડિમ્પલ યાદવની જાહેરાત

Spread the love
BJP જાહેરાત કરે તે પહેલા સમાજવાદી પાર્ટીનો મોટો દાવ, દર વર્ષે મહિલાઓને ₹40,000 આપશે, ડિમ્પલ યાદવની જાહેરાત

ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીનો રાજકીય ગરમાવો વધી ગયો છે. રાજ્યની ‘આધી આબાદી’ એટલે કે મહિલા મતદારોને રીઝવવા માટે રાજકીય પક્ષો વચ્ચે વચનો આપવાની હોડ જામી છે. મુખ્ચમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ‘લોકનાટ્ય અહિયાબાઈ યોજના’ની શરૂઆત અને ભાજપ દ્વારા 60 વર્ષથી વધુ વયની મહિલાઓ માટે આજીવન મફત બસ સેવા તેમજ ₹50,000 સુધીની સહાય યોજના લાવવાની તૈયારીઓ વચ્ચે હવે સમાજવાદી પાર્ટીએ પણ મોટો દાવ ખેલ્યો છે.

https://twitter.com/i/broadcasts/1pKdRDePAlnJW

લખનૌમાં આયોજિત એક પત્રકાર પરિષદ દરમિયાન સપા પ્રમુખ અખિલેશ યાદવની હાજરીમાં મૈનપુરીના સાંસદ ડિમ્પલ યાદવે ‘સ્ત્રી સન્માન સમૃદ્ધિ યોજના’ની જાહેરાત કરી હતી. પત્રકાર પરિષદને સંબોધતા સાંસદ ડિમ્પલ યાદવે જણાવ્યું કે જો રાજ્યમાં સમાજવાદી પાર્ટીની સરકાર બનશે તો ‘સ્ત્રી સન્માન સમૃદ્ધિ યોજના’ શરૂ કરવામાં આવશે. આ યોજના હેઠળ મહિલાઓને વાર્ષિક ₹40,000ની આર્થિક સહાય આપવામાં આવશે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ સહાય માત્ર ₹40,000 સુધી જ સીમિત નહીં રહે, પરંતુ વર્ષે-વર્ષે આ રકમમાં વધારો પણ કરવામાં આવશે.

04

ડિમ્પલ યાદવે યોજનાના બહુઆયામી સ્વરૂપને સમજાવતા કહ્યું કે આ યોજના અંતર્ગત માત્ર નાણાકીય મદદ જ નહીં, પરંતુ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે 5 મુખ્ય સ્તંભો પર કામ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે મોબાઈલ, લેપટોપ, પૈસા, પાઠશાળા અને તાલીમ  જેવા માધ્યમો દ્વારા મહિલા સશક્તિકરણનું કામ કરાશે.

સપાની મહિલા ધારાસભ્યો અને સાંસદોની હાજરીમાં ડિમ્પલ યાદવે જણાવ્યું કે પાર્ટીના ‘PDA’ (પછાત, દલિત, અલ્પસંખ્યક) નારામાં ‘A’ નો એક મોટો અર્થ ‘આધી આબાદી’ (મહિલાઓ) પણ થાય છે. સપાનું માનવું છે કે જ્યાં સુધી મહિલાઓને આર્થિક અને સામાજિક રીતે મજબૂત નહીં કરવામાં આવે ત્યાં સુધી રાજ્યનો સર્વાંગી વિકાસ શક્ય નથી.

ઉલ્લેખનીય છે કે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી પહેલાથી જ વરિષ્ઠ મહિલાઓ માટે ફ્રી બસ સેવા ચલાવી રહી છે અને આગામી ચૂંટણી પહેલા આર્થિક રીતે નબળી મહિલાઓ માટે 4 હપ્તામાં ₹50,000ની મદદ આપવાની યોજના પર વિચારણા કરી રહી છે. તેવામાં સપા દ્વારા સીધા ₹40,000 વાર્ષિક આપવા અને તેમાં દર વર્ષે વધારો કરવાનું વચન આપીને ચૂંટણી જંગને વધુ રસપ્રદ બનાવી દીધો છે.

Photo-(2)

સમાજવાદી પાર્ટીએ મહિલા સશક્તિકરણના મુદ્દા પર સત્તાધારી ભાજપને ઘેરતા કેટલાક ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. અખિલેશ યાદવે કહ્યું જ્યારે મહિલા અનામત બિલ સંસદમાંથી પાસ થઈ ચૂક્યું છે, તો ભાજપ તેને લાગુ કરવામાં વિલંબ કેમ કરી રહી છે? તેને આવનારી આગામી ચૂંટણીઓમાં જ લાગુ કરવું જોઈએ. જ્યારે રક્ષાબંધન પર બસો ચલાવી રહ્યા છો અને મોટા-મોટા દાવા કરી રહ્યા છો, તો અનામત પણ તાત્કાલિક લાગુ કરો.

02

સપા પ્રમુખે આરોપ લગાવ્યો કે ભારતીય જનતા પાર્ટી માટે ‘નારી’ માત્ર એક ચૂંટણી નારો બનીને રહી ગઈ છે. જ્યારે પણ ભાજપ ‘નારી વંદન’ની વાત કરે ત્યારે દેશે હાથરસ કાંડ યાદ કરવો જોઈએ કે કેવી રીતે મા-બેટી સાથે ક્રૂરતા થઈ અને તેમને સળગાવી દેવામાં આવ્યા.

સપા નેતાઓએ યાદ અપાવતા કહ્યું કે કોઈ નહીં ભૂલ્યું હોય જ્યારે અગ્નિકાંડ દરમિયાન મુખ્યમંત્રીએ પીડિતોને કહ્યું હતું કે તેઓ ‘ભાષણ સાંભળવાના મૂડમાં નથી’. આજે દીકરીઓ પર સૌથી વધુ અન્યાય થઈ રહ્યો છે અને અસુરક્ષાનો માહોલ છે.

Leave a Reply

error: Content is protected !!