પ્રાંતિજ સિનિયર સિટીઝન દ્વારા એક દિવસનો ધાર્મિક પ્રવાસ યોજાયો
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ સિનિયર સિટીઝન દ્વારા એક દિવસના ધાર્મિક તથા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રવાસ દરમિયાન સિનિયર સિટીઝનના સભ્યોએ વિવિધ ધાર્મિક સ્થળો અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ આનંદ અને આધ્યાત્મિક અનુભવ મેળવ્યો હતો

પ્રવાસની શરૂઆત વહેલી સવારે ૫:૦૦ વાગ્યે ભાખરીયા બસ સ્ટેન્ડ ખાતેથી 2×3 લક્ઝરી બસ દ્વારા કરવામાં આવી હતી પ્રવાસ દરમિયાન હિંમતનગરના ભોલેશ્વર મહાદેવ, સપ્તેશ્વર મહાદેવ, જાદરના મુધણેશ્વર મહાદેવ, વિરેશ્વર મહાદેવ, શારણેશ્વર મહાદેવ, વિજયનગરની પોળો, ટોરડા સ્વામિનારાયણ મંદિર, ભવનાથ મહાદેવ તથા શામળાજી સહિતના વિવિધ સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી પ્રવાસ દરમિયાન સભ્યો માટે ચા-કોફી, નાસ્તો તથા બે સમયના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી એક વ્યક્તિ દીઠ રૂ૭૫૦ ફી નક્કી કરવામાં આવી હતી સિનિયર સિટીઝનના સભ્યોએ સમગ્ર પ્રવાસ દરમિયાન એકબીજા સાથે હળવાશની પળો માણી પ્રવાસને યાદગાર બનાવ્યો હતો એક દિવસના આ પ્રવાસથી સિનિયર સિટીઝનના સભ્યોમાં ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો વિવિધ ધાર્મિક સ્થળોના દર્શન સાથે ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ સભ્યો મોડી સાંજે પરત ફર્યા હતા તો પ્રમુખ ધનજીભાઈ પટેલ , મંત્રી હસમુખભાઈ, મોદી અરવિંદભાઈ ટી , પટેલ રસિકભાઈ , નાયી રણછોડદાસ સહિત સભ્યો દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ