fbpx

મોતની સવારી સામે પોલીસની તાત્કાલિક કાર્યવાહી, હવે RTO તંત્ર શું કરશે?

Spread the love

મોતની સવારી સામે પોલીસની તાત્કાલિક કાર્યવાહી, હવે RTO તંત્ર શું કરશે?
ZSTVમાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ બીજા જ દિવસે પ્રાંતિજ પોલીસે ઓવરલોડ જીપ ઝડપી
જીપની અંદર અને છત ઉપર ખીચોખીચ મુસાફરો સવાર હતા
પ્રાંતિજ પોલીસે જીપચાલકને ઝડપી સ્થળ ઉપર રૂ 30 હજારનો દંડ કર્યો
જીપ ડિટેઇન કરી મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરી
પોલીસની કાર્યવાહી બાદ હવે RTO તંત્ર સામે અનેક સવાલો
વીડિયોમાં રૂપિયા લેતા દેખાતા RTO કર્મચારીની ભૂમિકા અંગે તપાસ થશે?
ઓવરલોડ જીપને કાર્યવાહી કર્યા વગર આગળ જવા કેમ દેવામાં આવી?
શું આ મામલે કોઈ પ્રકારની ઉઘરાણી થઈ હતી? તપાસમાં સત્ય બહાર આવશે?
RTOની સમગ્ર ટીમની જવાબદારી નક્કી થશે કે નહીં?


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ નજીક કતપુર ટોલ પ્લાઝા પાસે મુસાફરોના જીવને જોખમમાં મૂકી દોડતી ‘મોતની સવારી’નો વીડિયો ZSTV દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું સમાચાર પ્રસિદ્ધ થયાના બીજા જ દિવસે જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ પાર્થરાજસિંહની સૂચના તથા પ્રાંતિજ પીઆઈ ડીઆર પઢીયારના માર્ગદર્શન હેઠળ પ્રાંતિજ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી

પોલીસે કતપુર ટોલ નજીક ઓવરલોડ જીપને ઝડપી પાડી હતી જીપની અંદર ક્ષમતા કરતાં અનેકગણા મુસાફરો ભરેલા હતા, જ્યારે છત ઉપર પણ મુસાફરો બેસાડવામાં આવ્યા હતા મુસાફરોની હાલત ખીચોખીચ ભરેલી જોવા મળી હતી પોલીસે જીપચાલકને ઝડપી સ્થળ ઉપર જ રૂ 30 હજારનો દંડ કર્યો હતો અને જીપને ડિટેઇન કરી હતી પોલીસની આ ઝડપી કાર્યવાહી બાદ હવે સવાલ સીધો RTO તંત્ર સામે છેજો એ જ ઓવરલોડ જીપ પોલીસને બીજા જ દિવસે નજરે પડી શકે છે અને તેની સામે કાર્યવાહી થઈ શકે છે, તો કતપુર ટોલ પ્લાઝા ઉપર ફરજ બજાવતા RTO કર્મચારીઓને આ વાહન કેમ નજરે ન આવ્યું? જો વાહન નજરે આવ્યું હતું, તો તેની સામે તાત્કાલિક કાર્યવાહી કેમ કરવામાં આવી નહીં? આ ઉપરાંત, સામે આવેલા વીડિયોમાં RTO કર્મચારી દ્વારા રૂપિયા લેતા હોવાના દૃશ્યો અંગે પણ સવાલો ઊભા થયા છે શું રૂપિયા લીધા બાદ વાહનને આગળ જવા દેવામાં આવ્યું હતું? આ બાબતની નિષ્પક્ષ તપાસ થાય તો હકીકત બહાર આવી શકે છે સાથે જ સવાલ એ પણ છે કે શું આ મામલે કોઈ પ્રકારની નિયમિત ઉઘરાણી અથવા હપ્તાની વ્યવસ્થા હતી? જો આવો કોઈ આક્ષેપ હોય તો તેની સત્યતા તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકે તેથી સંબંધિત RTO કર્મચારી તેમજ કતપુર ટોલ ઉપર ફરજ બજાવતી સમગ્ર ટીમની ભૂમિકા અંગે તપાસ કરવામાં આવશે કે નહીં તે મહત્વનો પ્રશ્ન છેપોલીસ દ્વારા ઓવરલોડ જીપ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે હવે RTO વિભાગ દ્વારા પણ આ જીપ અને તેના ચાલક સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં? તેમજ વીડિયોમાં દેખાતા RTO કર્મચારીની ભૂમિકા અંગે વિભાગીય તપાસ થશે કે નહીં?મુસાફરોની સલામતી સાથે સંકળાયેલા આ ગંભીર મામલે હવે RTO તંત્રએ સ્પષ્ટતા કરવી જરૂરી બની છે આ સમગ્ર મામલે RTO અધિકારીની સત્તાવાર બાઇટ અથવા સ્પષ્ટતા હજુ સામે આવી નથી તેથી RTO અધિકારીનો પક્ષ પણ મહત્વનો રહેશે પોલીસે કાર્યવાહી કરી દીધી, હવે RTO તંત્ર શું કાર્યવાહી કરે છે તેના ઉપર સૌની નજર છે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!