fbpx

પ્રાંતિજના લીમલા પાસે થયેલા મર્ડરનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો

Spread the love

પ્રાંતિજના લીમલા પાસે થયેલા મર્ડરનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો
IIFLના બ્રાન્ચ મેનેજરની હત્યા કેસમાં મહિલા આરોપીની ધરપકડ, મુખ્ય સાથીદાર હજુ પોલીસ પકડથી દૂર
લીમલા મર્ડર કેસનો ભેદ ઉકેલાયો
મહિલા આરોપીની ધરપકડ
લોનના રૂપિયા માટે હત્યાનું કાવતરું?
IIFL મેનેજરની હત્યામાં મોટો ખુલાસો
મહિલા આરોપીની પોલીસ દ્વારા ધરપકડ
એક આરોપી હજુ પોલીસ પકડથી દૂર
LCB અને પ્રાંતિજ પોલીસની ઝડપી કાર્યવાહી
ગણતરીના કલાકોમાં મર્ડર કેસ ડિટેક્ટ


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના લીમલાથી વડવાસા તથા કરોલ ગામ તરફ જતા ત્રણ રસ્તા નજીક કારમાંથી મૃત હાલતમાં મળી આવેલા IIFL ફાયનાન્સના બ્રાન્ચ મેનેજર ભરતભાઈ કાન્તીભાઈ ચૌધરીની હત્યાના ચકચારી કેસનો ભેદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) , SOG અને પ્રાંતિજ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે પોલીસે એક મહિલા આરોપીની ધરપકડ કરી છે, જ્યારે હત્યામાં સંડોવાયેલો અન્ય આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે


પોલીસ ફરિયાદ મુજબ, બાલવા ગામના રહેવાસી અને માણસા ખાતે IIFL ફાયનાન્સમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા ૪૨ વર્ષીય ભરતભાઈ ચૌધરીની લાશ તા ૨ સપ્ટેમ્બરના રોજ પ્રાંતિજ તાલુકાના લીમલા-વડવાસા-કરોલ ત્રણ રસ્તા નજીક સફેદ રંગની વર્ના કારમાંથી મળી આવી હતી ભરતભાઈના ગળાના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઈજાઓ કરી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતુંઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડો પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી હિંમતનગર વિભાગના ડીવાયએસપી એકે પટેલના માર્ગદર્શન હેઠળ LCB , SOG અને પ્રાંતિજ પીઆઈ  ડીઆર પઢીયારીયા દ્રારા પોલીસની અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતીદરમિયાન LCBના પોલીસ કર્મચારીઓને માનવ સ્ત્રોત મારફતે બાતમી મળી હતી કે હત્યા કેસમાં સંડોવાયેલી ભાવનાબેન ઉર્ફે ભાવુ રોહિતજી દશરથજી ઠાકોર પ્રાંતિજની ૯૯૯ સરકારી વસાહતના બંધ મકાનમાં છુપાયેલી છે બાતમીના આધારે પોલીસે મકાનમાં તપાસ કરતા ભાવનાબેન મળી આવી હતી પોલીસે તેને રાઉન્ડઅપ કરી પૂછપરછ કરતાં સમગ્ર હત્યા કેસની હકીકતો સામે આવી હોવાનું પોલીસનું કહેવું છેપોલીસના જણાવ્યા મુજબ, ભાવનાબેનને યોગેશજી ગોકળજી ઠાકોર સાથે છેલ્લા કેટલાક વર્ષોથી પ્રેમસંબંધ હતો ભરતભાઈ પાસેથી ભાવનાબેને રૂ૧૫૦ લાખ તથા યોગેશે અલગ-અલગ લોન પેટે આશરે રૂ૪૫૦ લાખ લીધા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે લોનની રકમ પરત ન કરવી તેમજ ગીરવે મૂકેલા સોનાના દાગીના પરત મેળવવાના ઇરાદે બંનેએ કથિત રીતે અગાઉથી કાવતરું રચ્યું હતુંપોલીસના જણાવ્યા મુજબ, તા૨ સપ્ટેમ્બરના રોજ ભાવનાબેને ભરતભાઈને ફોન કરી પ્રાંતિજ આવી પૈસા લઈ જવા જણાવ્યું હતું ત્યારબાદ યોગેશ વર્ના કારમાં ભરતભાઈને માણસાથી પ્રાંતિજ લાવ્યો હતો પ્રાંતિજથી ભાવનાબેન પણ કારમાં સવાર થઈ હતી અને ત્યારબાદ કારને વડવાસા તરફ લઈ જવામાં આવી હતી વડવાસા નજીક નેશનલ હાઈવે-૪૮ના સર્વિસ રોડ પાસે કારમાં જ ભરતભાઈના ગળાના ભાગે કટર બ્લેડ જેવા તિક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઈજાઓ કરી હત્યા કરવામાં આવી હોવાની કબૂલાત પકડાયેલી મહિલા આરોપીએ કરી હોવાનું પોલીસ જણાવી રહી છે ત્યારબાદ લાશનો નિકાલ કરવા માટે કારમાં મૃતદેહ રાખી બંને આરોપીઓ લીમલા-વડવાસા-કરોલ ત્રણ રસ્તા તરફ ગયા હતા કાર રિવર્સ લેતી વખતે રોડની બાજુના ખાડામાં ફસાઈ જતા બંને આરોપીઓ કાર સ્થળ પર જ છોડીને ફરાર થઈ ગયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે

એક આરોપીની ધરપકડ, બીજો હજુ ફરાર
આ કેસમાં પોલીસે ભાવનાબેન ઉર્ફે ભાવુ રોહિતજી દશરથજી ઠાકોર, રહે પંડયાપોળ, પ્રાંતિજની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે હત્યાના કેસમાં સંડોવાયેલો યોગેશજી ગોકળજી ઠાકોર, રહે મકવાણાવાસ, માણસા, ગાંધીનગર હજુ પોલીસ પકડથી દૂર છે પોલીસે તેને ઝડપી પાડવા માટે તપાસ અને શોધખોળ તેજ કરી છે આમ, પ્રાંતિજના લીમલા નજીક થયેલા ચકચારી મર્ડર કેસમાં LCB અને પ્રાંતિજ પોલીસે ઝડપી તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં એક આરોપીને ઝડપી લઈ અનડીટેક્ટ મર્ડરનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!