પ્રાંતિજના સલાલ ગામની શાળામાં તિથિ ભોજનનું આયોજન
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સલાલ ગામના વતની દ્વારા સેવાભાવી પહેલ
સલાલ-1, સલાલ-2 પ્રાથમિક શાળાના તેમજ આંગણવાડીના બાળકોને ભોજન પીરસાયું
ભોજન બાદ બાળકોના ચહેરા પર જોવા મળ્યું ખુશીનું સ્મિત
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ ગામે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. સલાલ ગામના વતની પરમાર વનરાજસિંહ રણજીતસિંહ દ્વારા સલાલ-1 પ્રાથમિક શાળા, સલાલ-2 પ્રાથમિક શાળા તેમજ આંગણવાડીના તમામ બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.



આ પ્રસંગે બાળકોને પ્રેમપૂર્વક ભોજન પીરસવામાં આવ્યું હતું. બાળકોએ ઉત્સાહભેર ભોજન લીધું હતું અને ભોજન બાદ તેમના ચહેરા પર ખુશીનું સ્મિત જોવા મળ્યું હતું.શ્રાવણ માસના પવિત્ર પર્વ નિમિત્તે બાળકોને ભોજન કરાવી સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ સેવાભાવી કાર્ય બદલ શાળા પરિવાર તેમજ ગ્રામજનો દ્વારા પરમાર વનરાજસિંહ રણજીતસિંહનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો