fbpx

પ્રાંતિજ ના વદરાડની સીમમાં ખેતરમાંથી રસ્તો કાઢવા મુદ્દે વૃદ્ધ ખેડૂતને ગાળો અને જાનથી મારી નાખવાની ધમકી

Spread the love

પ્રાંતિજ ના વદરાડની સીમમાં ખેતરમાંથી રસ્તો કાઢવા મુદ્દે વૃદ્ધ ખેડૂતને ગાળો અને જાનથી મારી નાખવાની ધમકી


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના વદરાડ ગામની સીમમાં ખેતરમાંથી પસાર થવાના મુદ્દે ૭૫ વર્ષીય ખેડૂતને ગાળો આપી પરિવાર સહિત જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે સમગ્ર મામલે પ્રાંતિજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ, હિંમતનગર ખાતે રહેતા અને મૂળ વદરાડ ગામના જીવાભાઈ વેણાભાઈ પટેલનું વદરાડ ગામની સીમમાં ખેતર આવેલું છે તેમના ખેતરમાંથી કોઈ જાહેર રસ્તો આવેલો ન હોવા છતાં આરોપી સચિનકુમાર નાનજીભાઈ પટેલ અવારનવાર ખેતરમાંથી પસાર થતો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે તા. ૪ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ બપોરે આશરે ૧૨ વાગ્યાના સમયે જીવાભાઈ પટેલે આરોપીને પોતાના ખેતરમાંથી પસાર થવાની ના પાડતા આરોપીએ ઉશ્કેરાઈને ફરિયાદીને બિભત્સ ગાળો આપી હતી તેમજ ફરિયાદી અને તેમના પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે આ અંગે જીવાભાઈ પટેલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે  આઇપીસીકલમ ૩૫૨ અને ૩૫૧(૩) મુજબ ગુનો નોંધી સમગ્ર મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનના અ.હે.કો. હિંમતસિંહ પુંજસિંહ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!