fbpx

ખેડૂતો માટે સારા સમાચાર: અંબાલાલે કહ્યું- 12થી 17 સપ્ટેમ્બર દરમિયાન પડશે વરસાદ

Spread the love

ખેડૂતો માટે સારા સમાચાર: અંબાલાલે કહ્યું- 12થી 17 સપ્ટેમ્બર દરમિયાન પડશે વરસાદ

સપ્ટેમ્બર મહિનાનું પહેલું અઠવાડિયું પુરૂં થઈ ગયું હોવા છતા ગુજરાતમાં વરસાદની રાહ જોવાઈ રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી ગરમી અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવશે કે નહીં અને વરસાદની નવી સિસ્ટમ ક્યારે સક્રિય થશે તેને લઈને હવામાન વિભાગ તથા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે.

VTV ગુજરાતીના અહેવાલ મુજબ, રાજ્યમાં 12 થી 17 સપ્ટેમ્બર દરમિયાન વરસાદ પડવાની શક્યતા છે. નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે તેવી હવામાન. બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ બની છે જેની અસર ગુજરાતના વાતાવરણ પર થશે. 18 થી 20 સપ્ટેમ્બરમાં વરસાદ થઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં ભારે કે અતિભારે વરસાદ થઈ શકે છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થઈ શકે છે. કેટલાક ભાગોમાં 5 ઈંચ કે તેથી વધુ વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 12-15 સપ્ટેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. તેમના અનુમાન પ્રમાણે આ સિસ્ટમ પશ્ચિમ સૌરાષ્ટ્ર તરફથી આગળ વધીને અરબી સમુદ્ર તરફ જઈ શકે છે અને તેની અસર મહારાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જોવા મળી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે જો અલ-નીનોની પ્રતિકૂળ અસર ન રહે તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં મુશળધારથી ભારે વરસાદની સ્થિતિ પણ બની શકે છે. જોકે, આ અંબાલાલ પટેલનું લાંબા ગાળાનું અનુમાન છે અને તેને હવામાન વિભાગની સત્તાવાર આગાહીથી અલગ રીતે જોવું જરૂરી છે.

ambalal-patel2

હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ વરસાદની પ્રવૃત્તિ સપ્ટેમ્બરના અંત સુધી ચાલુ રહી શકે છે. 18-23 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. ત્યારબાદ 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેઘગર્જના અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.

ETV ભારતના અહેવાલ મુજબ, અંબાલાલ પટેલે આગળ કહ્યું કે, આ ઉપરાંત આ સિસ્ટમના કારણે લગભગ અલ નીનોની અસર ન થાય તો મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદ થઈ શકે. ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અલ નીનોની અસર ન થાય તો 4-5 ઈંચ કે તેથી વધુ વરસાદ થઈ શકે. આ અસરના કારણે રાજસ્થાન તરફ સિસ્ટમ ન જાય તો સિસ્ટમ સીધી અરબ સાગરમાં જાય તો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થઈ શકે. જેના કારણે ગીર સોમનાથના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દ્વારકા, પોરબંદર, જામનગરમાં સારો વરસાદ થઈ શકે. આ સપ્તાહના અંતે પણ વરસાદની શક્યતા છે. હર્ષ નક્ષત્રમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

તો ન્યૂઝ18 ગુજરાતીએ હવામાન વિભાગના સંદર્ભે અહેવાલ આપ્યો કે, હાલમાં ગુજરાતમાં દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. 7 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર સુધી રાજ્યના કોઈપણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી નથી. આ સમયગાળા દરમિયાન વ્યાપક ગાજવીજની પણ આગાહી કરવામાં આવી નથી. જોકે, રાજ્યના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદી ઝાપટાં પડવાની આગાહી આપવામાં આવી છે.

rain

સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના વડોદરા અને ભરૂચમાં પણ કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે છે. જ્યારે છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં થોડા સ્થળોએ વરસાદી ઝાપટાંની શક્યતા છે. દમણ તથા દાદરા અને નગર હવેલીમાં પણ કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ વરસાદની સંભાવના છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં અલગ-અલગ સ્થળોએ વરસાદી ઝાપટાં પડી શકે છે. એટલે આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદી ઝાપટાં પડવાની આગાહી આપવામાં આવી છે.

હવામાન વિભાગના વેધર રિપોર્ટમાં આપેલા સંક્ષિપ્ત વિશ્લેષણ મુજબ દક્ષિણ-પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને આસપાસના વિસ્તારમાં લૉ-પ્રેશર વિસ્તાર યથાવત છે. તેની સાથે સંકળાયેલું ચક્રવાતી પરિભ્રમણ સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરેલું છે અને આગામી 24 કલાક દરમિયાન પૂર્વ-ઉત્તરપૂર્વ તરફ આગળ વધવાની શક્યતા છે. ચોમાસાની ધરી પણ શ્રીગંગાનગર, ચુરુ, દક્ષિણપશ્ચિમ ઉત્તરપ્રદેશ, લો-પ્રેશરના કેન્દ્ર, સતના, રાંચી અને બાંકુરા થઈને ત્રિપુરા તરફ વિસ્તરેલી છે. જોકે, હાલની સિસ્ટમની ગુજરાત પર ભારે વરસાદના રૂપમાં સીધી અસર જોવા મળવાની શક્યતા ઓછી છે. સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારમાં પણ ઉપરના સ્તરે ચક્રવાતી પરિભ્રમણ યથાવત છે. બીજી તરફ કાશ્મીર આસપાસ પશ્ચિમી વિક્ષેપ સક્રિય છે, પરંતુ હવામાન વિભાગના વિશ્લેષણ મુજબ તેની ગુજરાત માટે ખાસ અસરકારક ભૂમિકા નથી.

Leave a Reply

error: Content is protected !!