પ્રાંતિજ ના ફતેપુરમાં મૈત્રી કરારની અદાવતમાં ઘરમાં આવી તોડફોડ અને જાનથી મારી નાખવાની ધમકી
– ફતેપુરમાં મૈત્રી કરારની અદાવતમાં ઘરમાં આવી તોડફોડ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ફતેપુર ગામે મૈત્રી કરારની અદાવત રાખી ત્રણ શખ્સોએ એક વ્યક્તિના ઘરે આવી ગાળો બોલી તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે પ્રાંતિજ પોલીસ મથકે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે
પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ ફરિયાદી રાજેશભાઈ કાનાભાઈ ચમારના ભત્રીજા વિજયકુમાર તથા આરોપી નં.૧ની પુત્રી નિકીતાબેન વચ્ચે મૈત્રી કરાર થયેલો હતો આ બાબતની અદાવત રાખી આરોપીઓ સુરેશભાઈ કોદરભાઈ ચમાર, સંગીતાબેન સુરેશભાઈ ચમાર અને દિનેશભાઈ કોદરભાઈ ચમાર ફરિયાદીના ઘરે આવ્યા હતા આરોપીઓએ કથિત રીતે મા-બહેન સામી બીભત્સ ગાળો બોલી લાકડી વડે ફરિયાદીના ઘરના સંડાસ-બાથરૂમના દરવાજા તેમજ સાહેદના ઘરનો દરવાજો અને ઘડિયાળ તોડી નુકસાન પહોંચાડ્યું હતું તેમજ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે બનાવ અંગે ફરિયાદીના આધારે પ્રાંતિજ પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૨૪(૨), ૩૫૨, ૩૫૧(૩), ૫૪ તથા જી.પી. એક્ટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે