fbpx

પ્રાંતિજના જેસગપુરા પાસે કાર ઝાડ સાથે અથડાઈ

Spread the love

પ્રાંતિજના જેસગપુરા પાસે કાર ઝાડ સાથે અથડાઈ
પ્રાંતિજના જેસગપુરા પાસે કાર ઝાડ સાથે અથડાઈ
રોડ ઉપર પડેલી રેતીના કારણે કાર સ્લીપ થતાં અકસ્માત, કારચાલકનો આબાદ બચાવ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક જેસગપુરા પાસે નેશનલ હાઇવે-૪૮ ઉપર કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કુંચડો થઈ ગયો હતો, જોકે કારચાલકનો આબાદ બચાવ થયો હતો


મળતી માહિતી મુજબ હિંમતનગરના જાણીતા બાબુભાઈ પુરોહિતના પુત્ર ચિતનભાઈ પુરોહિત અમદાવાદથી હિંમતનગર તરફ કાર લઈને જઈ રહ્યા હતા દરમિયાન જેસગપુરા પાસે રોડ ઉપર પડેલી રેતીના કારણે કાર સ્લીપ થઈ હતી અને રોડની સાઈડમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી અકસ્મતમાં કારનો આગળનો ભાગ ભારે નુકસાનગ્રસ્ત થયો હતો સદનસીબે કારચાલક ચિતનભાઈ પુરોહિતનો આબાદ બચાવ થતાં મોટી જાનહાનિ ટળી હતી સ્થાનિકોમાં ચર્ચા મુજબ ઓવરલોડ ટર્બા વાહનો સામે ચેકિંગની કાર્યવાહી દરમિયાન રોડ ઉપર રેતીના ઢગલા કરી ટર્બા ચાલતો જતા રહ્યા હતા જેના કારણે અકસ્માતની સ્થિતિ સર્જાઈ હોવાનું જણાવાઈ રહ્યું છે સમગ્ર મામલે રોડ ઉપર પડેલી રેતી અંગે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!