પ્રાંતિજના બાલીસણા ગામના વતની અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ કાળુસિંહ ચૌહાણનું નિધન
કોંગ્રેસના હાલના તાલુકા પંચાયત સદસ્ય કાળુસિંહ ચૌહાણના નિધનથી શોકની લાગણી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના બાલીસણા ગામના વતની અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ તેમજ કોંગ્રેસના ચાલુ તાલુકા પંચાયત સદસ્ય કાળુસિંહ રામસિંહ ચૌહાણનું નિધન થયું છે

મળતી માહિતી મુજબ કાળુસિંહ ચૌહાણ છેલ્લા બે મહિનાથી બીમાર હતા અને ફેફસાંની બીમારીથી પીડાઈ રહ્યા હતા. સારવાર દરમિયાન તેમનું નિધન થતાં પરિવારજનો સહિત સગા-સંબંધીઓ અને સમર્થકોમાં શોકની લાગણી પ્રસરી છે કાળુસિંહ ચૌહાણ જૂના પીઢ કોંગ્રેસી નેતા તરીકે પણ જાણીતા હતા. તેમના નિધનના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં બાલીસણા ગામ સહિત પ્રાંતિજ તાલુકાના રાજકીય કાર્યકરો અને ગ્રામજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છેકાળુસિંહ ચૌહાણની અંતિમયાત્રા બાલીસણા ગામેથી નીકળશે