મોતની સવારી’ બાદ આખરે RTO એક્શનમાં… પરંતુ હવે સવાલ છે કે વાહનચાલકો સામે કાર્યવાહી બાદ રૂપિયા લેતા કર્મચારી સામે એક્શન ક્યારે?
પ્રાંતિજ ટોલટેક્સ પાસે ઓવરલોડ જીપમાં અંદર ખીચોખીચ મુસાફરો અને જીપની છત ઉપર પણ મુસાફરોને બેસાડવામાં આવ્યા હતા.
ZSTV દ્વારા સમગ્ર ઘટનાનો વીડિયો જાતે શૂટ કરી પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.
આ જ વીડિયોમાં RTO કર્મચારી વાહનચાલક પાસેથી રૂપિયા લેતા ZSTVના કેમેરામાં કેદ થયા હતા.
વીડિયો પ્રસિદ્ધ થયા બાદ પહેલીવાર RTO અધિકારી જીગર પટેલ ZSTVના કેમેરા સામે આવ્યા અને સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપી.
RTO અધિકારીના જણાવ્યા મુજબ તા. 2 સપ્ટેમ્બરથી ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે.
જુદા જુદા પોઇન્ટ પર ચેકિંગ દરમિયાન ઓવરલોડ અને વધુ મુસાફરો ભરેલા વાહનો સહિત 54 જેટલા વાહનો સામે કાર્યવાહી, 3 વાહનો ડિટેઇન અને અત્યાર સુધીમાં રૂ. 2.04 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે.
પરંતુ અહીં સવાલ એ છે કે…
વાહનચાલકો દંડાયા… તો ZSTVના કેમેરામાં રૂપિયા લેતા કેદ થયેલા કર્મચારી સામે કાર્યવાહી ક્યારે?
વીડિયો અંગે સવાલ કરવામાં આવતા RTO અધિકારીએ જણાવ્યું કે કચેરીમાં આ બાબતે કોઈ ફરિયાદ મળી નથી.
પરંતુ અધિકારીએ સાથે એ પણ જણાવ્યું કે સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે અને તપાસ બાદ કર્મચારી વિરુદ્ધ નિર્ણય લેવામાં આવશે.
હવે સવાલ સીધો છે…
કેમેરામાં ઘટના કેદ થઈ છે તો તપાસ માટે ફરિયાદની રાહ શા માટે?
ઓવરલોડ વાહન સામે તાત્કાલિક કાર્યવાહી થઈ શકે છે તો કર્મચારી સામે તપાસમાં કેટલો સમય લાગશે?
અને જો વાહનચાલકો પાસેથી માસિક હપ્તા લેવામાં આવતા હોવાની વાત છે તો…
હપ્તા કોણ લે છે? કોના કહેવાથી લે છે? અને આ સમગ્ર વ્યવસ્થામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ?
આ અંગે પણ RTO અધિકારીએ કચેરીમાં કોઈ ફરિયાદ કે જાણકારી ન હોવાનું જણાવ્યું છે અને વધુ તપાસની વાત કરી છે.
એટલે હવે ‘મોતની સવારી’નો મુદ્દો માત્ર ઓવરલોડ વાહનો સુધી સીમિત નથી.
મુસાફરોના જીવ જોખમમાં મૂકનાર સામે કાર્યવાહી થઈ… હવે સરકારી કર્મચારી સામે શું થશે?
ZSTVના કેમેરામાં રૂપિયા લેતા દેખાયેલા કર્મચારી સામે માત્ર તપાસની વાત થશે કે પછી ખરેખર કડક કાર્યવાહી થશે?
વાહનચાલકો દંડાયા… હવે કર્મચારીનો વારો ક્યારે?
હવે સમગ્ર મામલે RTO તંત્રની આગળની કાર્યવાહી પર સૌની નજર છે








