fbpx

પ્રાંતિજના લાલદરવાજા, મોટોમાડ અને ખોડિયાર કુવા વિસ્તારમાં રોડના કામમાં ગેરરીતિના આક્ષેપ

Spread the love

પ્રાંતિજના લાલદરવાજા, મોટોમાડ અને ખોડિયાર કુવા વિસ્તારમાં રોડના કામમાં ગેરરીતિના આક્ષેપ

રાત્રિના સમયે રોડનું કામ, એન્જિનિયર અને પાલિકા અધિકારીની ગેરહાજરી વચ્ચે ગુણવત્તા સામે સવાલો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરના લાલદરવાજા, મોટોમાડ અને ખોડિયાર કુવા વિસ્તારમાં બની રહેલા રોડના કામમાં ગેરરીતિના આક્ષેપો ઉઠતા રોડની ગુણવત્તા અને આયુષ્ય સામે સવાલો ઉભા થયા છે

મળતી માહિતી મુજબ, આ વિસ્તારમાં રાત્રિના સમયે રોડનું કામ કરવામાં આવી રહ્યું છે. કામગીરી દરમિયાન એન્જિનિયર કે પાલિકા તરફથી કોઈ જવાબદાર કર્મચારી હાજર રહેતા ન હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા સ્થાનિકોના જણાવ્યા મુજબ, રોડના કામમાં ખોદકામ કર્યા બાદ યોગ્ય લેવલિંગ, રેતીનું કામ અને પાણીનો છંટકાવ કર્યા વગર સીધા જ મેટલ કપચા પાથરી રોડ બનાવવામાં આવી રહ્યો છે. જૂના રોડનો પડ દૂર કરી પૂરતું ખોદકામ કરવામાં આવતું નથી અને યોગ્ય લેવલિંગ વગર કામગીરી થતી હોવાના આક્ષેપો પણ ઉઠ્યા છેઆ રીતે રોડનું કામ કરવામાં આવતા રોડની ગુણવત્તા જળવાશે કે કેમ અને રોડ કેટલો સમય ટકશે તે અંગે સવાલો ઉભા થયા છે. અગાઉ પણ આ રોડ આશરે પાંચ વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો. હવે ફરીથી રોડનું કામ હાથ ધરવામાં આવતા કામની ગુણવત્તા અને અગાઉના રોડના આયુષ્ય અંગે પણ ચર્ચા શરૂ થઈ છે આ બાબતે પ્રાંતિજ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરેનભાઈ સોલંકીનો સંપર્ક કરતા તેમણે પાલિકા એન્જિનિયરને મળીને માહિતી મેળવી લેવા જણાવ્યું હતું ત્યારબાદ પાલિકા એન્જિનિયર રૂશિલ ભાઇ નો સંપર્ક કરતા તેમણે એક કલાકમાં માહિતી આપવાનું જણાવ્યું હતું જોકે, કલાકથી વધુ સમય બાદ ફોન કરી માહિતી માંગતા એન્જિનિયરે ફાઈલો જોવી પડશે, હાલ કામ છે અને હું નવો છું તેમ કહી સોમવારે માહિતી આપવાનું જણાવ્યું હતું દરમિયાન, રોડનું કામ રાત્રિના સમયે ચાલુ રહેવાનું છે અને શનિવાર-રવિવારની રજાઓ દરમિયાન પણ કામગીરી ચાલુ રહે તો સોમવાર સુધીમાં બાકી રહેલો રોડ પણ બની જવાની શક્યતા છે આવી સ્થિતિમાં રોડની ગુણવત્તા અંગેની તપાસ અને ગ્રાન્ટની રકમ સહિતની માહિતી મેળવવામાં વિલંબ થતો હોવાની ચર્ચા ઉઠી છે હવે જોવાનું એ રહ્યું કે રોડનું કામ પૂર્ણ થયા બાદ પ્રાંતિજ નગરપાલિકાના એન્જિનિયર તથા અધિકારીઓ રોડની ગુણવત્તા સહિત સેમ્પલ સહિત તપાસ કરી શું પગલાં લે છે હાલ તો રોડના કામમાં દેખરેખ અને જવાબદારીના અભાવે ‘હોતા હૈ, ચલતા હૈ’ જેવી સ્થિતિ જોવા મળી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે સ્થાનિકોની માંગ છે કે રોડના કામની તટસ્થ તપાસ કરવામાં આવે, ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે અને જો કોઈ ગેરરીતિ જણાય તો જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!