નડિયાદના મોહરેલથી અંબાજી જતો પગપાળા સંઘ પ્રાંતિજના વડવાસા પહોંચ્યો
૩૫ યુવાધન ૨૮ વર્ષથી અવિરત ૨૫૦ કિ.મી.ની પદયાત્રા કરી અંબાજી પહોંચશે, સાતમના દિવસે ધજારોહણ કરાશે
નડિયાદના મોહરેલ ગામથી અંબાજી માતાના દર્શન માટે નીકળેલો પગપાળા સંઘ પ્રાંતિજના વડવાસા ગામે પહોંચ્યો હતો. છેલ્લા ૨૮ વર્ષથી અવિરત પદયાત્રા કરતા આ સંઘમાં ૩૫ જેટલા યુવાધન જોડાયા છે. સંઘ દ્વારા આશરે ૨૫૦ કિલોમીટરનું અંતર કાપીને અંબાજી પહોંચવામાં આવશે

અંબાજી ખાતે સાતમના પવિત્ર દિવસે ધજારોહણ કરવામાં આવશે સંઘના યુવાધનમાં માતાજીના દર્શનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ‘બોલ મારી અંબે, જય જય અંબે’ના જયઘોષ સાથે અવનવી ડિઝાઇનથી શણગારેલા રથને હંકારવા યુવાધન ગાંડાધેલા અને અધીરા બન્યા છે ભક્તિભાવ અને ઉત્સાહભેર સંઘ પોતાની યાત્રા આગળ ધપાવી રહ્યો છે