fbpx

પ્રાંતિજ ટોલટેક્સ પાસે રાત્રે બસ બગડતા મુસાફરો અટવાયા

Spread the love

પ્રાંતિજ ટોલટેક્સ પાસે રાત્રે બસ બગડતા મુસાફરો અટવાયા
બ્રેક ફેઇલ થતા અમદાવાદથી અંબાજી જતી બસ સાઇડમાં ઉભી રખાઈ, વલ્વો બસે અંબાજીના મુસાફરોને બેસાડવાનો ઇનકાર કરતા રોષ
પ્રાંતિજ તા.૧૨|૯|૨૦૨૬


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ટોલટેક્સ પાસે રાત્રિના સમયે અમદાવાદથી અંબાજી તરફ જઈ રહેલી બસની બ્રેક ફેઇલ થતા મુસાફરો અટવાયા હતા મુસાફરોનો જીવ બચાવવા ડ્રાઇવરે બસને રોડની સાઇડમાં કરી દીધી હતી. જોકે, આ દરમિયાન રોડ વચ્ચોવચ અટવાયેલા મુસાફરોને વડોદરા-અંબાજી તરફ જઈ રહેલી વલ્વો બસમાં બેસાડવાનો ઇનકાર કરવામાં આવતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો


મળતી માહિતી મુજબ, અમદાવાદથી અંબાજી તરફ જઈ રહેલી બસ પ્રાંતિજ ટોલટેક્સ પાસે રાત્રિના સમયે બગડી હતી. બસની બ્રેક ફેઇલ થતા ડ્રાઇવરે મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખી બસને સાઇડમાં ઉભી કરી હતી. બસમાં સવાર મુસાફરોને અન્ય બસમાં બેસાડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી હતીઆ દરમિયાન વડોદરા-અંબાજી તરફ જઈ રહેલી વલ્વો બસને રોકી અંબાજી અને વડાલી તરફ જવાના મુસાફરોને બેસાડવા વિનંતી કરવામાં આવી હતી. પરંતુ મુસાફરોના જણાવ્યા મુજબ, વલ્વો બસના ડ્રાઇવર-કંડક્ટરે સાદી બસના મુસાફરોને વલ્વોમાં બેસાડતા નથી તેમ કહી અંબાજીના મુસાફરોને બેસાડવાનો ઇનકાર કર્યો હતો. જેના કારણે રાત્રિના સમયે રોડ વચ્ચોવચ ઉભેલા મુસાફરોને વધુ સમય સુધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અમદાવાદ-અંબાજી બસના ડ્રાઇવર-કંડક્ટર દ્વારા અન્ય બસો આવતા નજીકના સ્થળે જવાના મુસાફરોને બેસાડવામાં આવ્યા હતા. જોકે, અંબાજી અને વડાલી તરફ જવાના મુસાફરોને વલ્વો બસમાં બેસાડવામાં આવ્યા ન હતા. બાદમાં સાદી બસ આવતા ડ્રાઇવર-કંડક્ટર દ્વારા અંબાજીના મુસાફરોને બસમાં બેસાડવામાં આવ્યા હતા, જેથી મુસાફરોને રાહત મળી હતી રાત્રિના સમયે બસ બગડતા મુસાફરોને લાંબા સમય સુધી રોડ પર અટવાવું પડ્યું હતું. તેમાં પણ વલ્વો બસ દ્વારા અંબાજી તરફ જવાના મુસાફરોને બેસાડવાનો ઇનકાર કરવામાં આવતા મુસાફરોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો. મુસાફરોને મુશ્કેલીમાં મુકનાર વલ્વો બસના ડ્રાઇવર-કંડક્ટર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે મુસાફરોના સવાલો: રાત્રિના સમયે બસ બગડતા મુસાફરોને સલામત રીતે તેમના ગંતવ્ય સુધી પહોંચાડવાની જવાબદારી કોની? શું બસના મુસાફરોને અન્ય બસમાં બેસાડવા માટે કોઈ વ્યવસ્થા છે? વલ્વો બસના ડ્રાઇવર-કંડક્ટર દ્વારા મુસાફરોને બેસાડવાનો ઇનકાર કરવામાં આવ્યો હોય તો જવાબદાર સામે તંત્ર શું કાર્યવાહી કરશે?

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!