fbpx

સ્કેટિંગના પૈડાં પર શ્રદ્ધાની સફર, ૨૧ વર્ષીય દીપક પ્રાંતિજના તાજપુર પહોંચ્યો

Spread the love

સ્કેટિંગના પૈડાં પર શ્રદ્ધાની સફર, ૨૧ વર્ષીય દીપક પ્રાંતિજના તાજપુર પહોંચ્યો
શ્રદ્ધા અને હિંમતના સહારે સ્કેટિંગ પર નીકળેલા યુવાનનું સ્થાનિકો દ્વારા સ્વાગત


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તાજપુર ખાતે અનોખો નજારો જોવા મળ્યો હતો. બિહારના સમસ્તીપુરનો માત્ર ૨૧ વર્ષીય યુવાન દીપક સુરેન્દ્ર સિંગ તિરંગા સાથે સ્કેટિંગ કરીને બદ્રીનાથ-કેદારનાથની યાત્રા પર નીકળ્યો છે પોતાની અદમ્ય હિંમત, શ્રદ્ધા અને દેશપ્રેમના બળે સ્કેટિંગ દ્વારા લાંબી યાત્રા કરી રહેલા આ યુવાનને તાજપુર ખાતે સ્થાનિકો અને વાહનચાલકોએ રોકી તેની હિંમતને બિરદાવી હતી


દીપક સુરેન્દ્ર સિંગે જણાવ્યું હતું કે તેણે ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ બિહારથી પોતાની યાત્રાનો પ્રારંભ કર્યો હતો છેલ્લા સાત મહિનાથી સતત સ્કેટિંગ કરીને તે પોતાના ધાર્મિક લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે દરરોજ આશરે ૫૦થી ૬૦ કિલોમીટરનું અંતર સ્કેટિંગ દ્વારા કાપીને દીપક પોતાની યાત્રા આગળ ધપાવી રહ્યો છે હાથમાં લહેરાતો તિરંગો અને પગમાં સ્કેટિંગના પૈડાં સાથે રસ્તા પર આગળ વધતો આ યુવાન તાજપુરમાંથી પસાર થયો ત્યારે લોકોમાં ઉત્સુકતા જોવા મળી હતી. દીપકની અનોખી યાત્રા અંગે જાણ થતાં સ્થાનિક લોકો તેમજ વાહનચાલકોએ તેને રોકી વાતચીત કરી હતી કોઈએ ચા પીવડાવી, કોઈએ નાસ્તો કરાવ્યો તો કોઈએ પાણીની વ્યવસ્થા કરી માનવતાભર્યું સ્વાગત કર્યું હતું દીપકની આ યાત્રા માત્ર ધાર્મિક આસ્થા પૂરતી સીમિત નથી, પરંતુ તેની સાથે દેશપ્રેમ, હિંમત અને સંકલ્પનો સંદેશ પણ જોડાયેલો છે. તિરંગા સાથે સ્કેટિંગ કરતા આ યુવાનને રસ્તામાં મળતા લોકો ઉત્સાહપૂર્વક આવકાર આપી રહ્યા છે અને તેની યાત્રા સફળ બને તેવી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે સ્કેટિંગના પૈડાં પર લાંબી સફર ખેડી રહેલા દીપકની હિંમત અને શ્રદ્ધા પ્રાંતિજ પંથકમાં ચર્ચાનો વિષય બની હતી યુવાને પોતાની અનોખી યાત્રા દ્વારા લોકોમાં નવી પ્રેરણા જગાવી છે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!