fbpx

પાર્થિવ પટેલ ‘ચીફ સિલેક્ટર’ બન્યા તો થઇ શકે છે કરોડોનું નુકસાન; જાણો અજીત અગરકરને કેટલા પૈસા મળે છે

Spread the love

પાર્થિવ પટેલ 'ચીફ સિલેક્ટર' બન્યા તો થઇ શકે છે કરોડોનું નુકસાન; જાણો અજીત અગરકરને કેટલા પૈસા મળે છે

ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર-બેટ્સમેન પાર્થિવ પટેલને અજીત અગરકર બાદ BCCIના આગામી ‘ચીફ સિલેક્ટર’ બનશે તેવી ચર્ચા તેજ છે. BCCI તેમને આ ભૂમિકા માટે સૌથી મજબૂત દાવેદાર માની રહી છે. જોકે, આ માર્ગમાં એક મોટો અવરોધ સામે આવી રહ્યો છે, જેના કારણે પાર્થિવ પટેલને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે.

parthiv-patel3

ચીફ સિલેક્ટરનું પદ સ્વીકારવા માટે પાર્થિવ પટેલે તેમની વર્તમાન વાર્ષિક આવકની સરખામણીમાં પગારમાં મોટા ઘટાડાનો સામનો કરવો પડી શકે છે. જ્યારે અજીત અગરકરે આ ભૂમિકા સંભાળી હતી, ત્યારે બોર્ડે વાર્ષિક પગાર ₹1 કરોડથી વધારીને ₹3 કરોડ કર્યો હતો. ચીફ સિલેક્ટર માટે BCCIના પગાર માળખામાંની આ જ મહત્તમ મર્યાદા છે, જ્યારે પસંદગી સમિતિના અન્ય સભ્યોને વાર્ષિક ₹90 લાખ મળે છે. હાલમાં, પાર્થિવ પટેલ મીડિયા કોન્ટ્રાક્ટ્સ, કોમેન્ટ્રી અસાઇનમેન્ટ્સ અને કોર્પોરેટ ડીલ્સ દ્વારા વર્ષે ₹7 કરોડથી ₹9 કરોડની કમાણી કરે છે.

જો પાર્થિવ ચીફ સિલેક્ટરની ભૂમિકા સ્વીકારે છે, તો BCCIના કડક નિયમો મુજબ તેમણે IPL ટીમ ‘ગુજરાત ટાઇટન્સ’ના આસિસ્ટન્ટ અને બેટિંગ કોચના પદ પરથી રાજીનામું આપવું પડશે, તેમજ કોમેન્ટ્રીના કામથી પણ દૂર રહેવું પડશે. આમ કરવાથી તેમને વાર્ષિક ₹5 થી ₹6 કરોડનું નુકસાન થશે. એવામાં આ તેમના માટે એક મોટું બલિદાન હશે.

parthiv-patel4

BCCI પાર્થિવ પટેલની ક્રિકેટની સમજ અને આધુનિક T20 ક્રિકેટના તેમના અનુભવને ભારતીય ટીમના ફ્યૂચર ટ્રાન્ઝિશન (transition) માટે આદર્શ માને છે. જોકે, આ આર્થિક નુકસાનને કારણે બંને પક્ષો વચ્ચે ચર્ચા ચાલી રહી છે. કરારની વિગતો અને નિયમનકારી જરૂરિયાતોને આખરી ઓપ આપ્યા બાદ BCCI તરફથી સત્તાવાર જાહેરાતની રાહ જોવામાં આવી રહી છે.

Leave a Reply

error: Content is protected !!