fbpx

UPI પર કોણે GST ચૂકવવો પડશે, કોને મળશે મુક્તિ? શું સંપૂર્ણ રકમ પર કે માત્ર MDR ફી પર 18% ટેક્સ લાગશે? જાણો પ્રશ્નોના જવાબ

Spread the love

UPI પર કોણે GST ચૂકવવો પડશે, કોને મળશે મુક્તિ? શું સંપૂર્ણ રકમ પર કે માત્ર MDR ફી પર 18% ટેક્સ લાગશે? જાણો પ્રશ્નોના જવાબ

15 ઓક્ટોબર, 2026થી હાઇ લેલ્યૂ UPI ટ્રાન્ઝેક્શન પર નવો ‘મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ’ (MDR) લાગૂ થવા જઈ રહ્યો છે. સરકારના આ નિર્ણય બાદ, દુકાનદારો અને વેપારીઓમાં ફી અને લાગતા GST અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે. દાખલા તરીકે- શું આની અસર ગ્રાહકોના ખિસ્સા પર પડશે? નાના દુકાનદારોનું શું થશે અને GSTની ગણતરી કેવી રીતે કરવામાં આવશે? આવો આવા તમામ પ્રશ્નોના જવાબો પર નજર કરીએ.

15 ઓક્ટોબરથી UPI પેમેન્ટના નિયમોમાં શું ફેરફાર થઈ રહ્યા છે?

જવાબ: 15 ઓક્ટોબરથી, ₹2,000થી વધુના પસંદગીના UPI ટ્રાન્ઝેક્શન પર ‘મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ’ (MDR) લાગુ થશે. જોકે, આ ચાર્જ માત્ર વેપારીઓએ જ આપવો પડશે. મોટાભાગના કિસ્સાઓમાં, MDR 0.4% નક્કી કરવામાં આવ્યો છે, જેમાં પ્રતિ ટ્રાન્ઝેક્શન મહત્તમ મર્યાદા ₹300 રાખવામાં આવી છે. અમુક ખાસ ક્ષેત્રો માટે આ ફ્લેટ ₹5 અમે કેપિટલ માર્કેટના ટ્રાન્ઝેક્શન પર 0.02% રહેશે.

UPI payment

શું સામાન્ય ગ્રાહકોએ UPI પેમેન્ટ કરવા માટે કોઈ ચાર્જ ચૂકવવો પડશે?

જવાબ: ના, ગ્રાહકોએ કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. સામાન્ય વ્યક્તિઓ વચ્ચે થતા ‘પર્સન-ટુ-પર્સન’ (P2P) પેમેન્ટ્સ પહેલાની જેમ જ સંપૂર્ણપણે મફત રહેશે. આ ઉપરાંત, દુકાનો કે વેપારીઓને કરવામાં આવતા ₹2,000 સુધીના UPI પેમેન્ટ પર પણ કોઈ ચાર્જ લાગશે નહીં. સરકારના જણાવ્યા અનુસાર, લગભગ 96% ‘પર્સન-ટુ-મર્ચન્ટ’ (P2M) ટ્રાન્ઝેક્શન પર તેની કોઈ અસર થશે નહીં.

શું ₹2,000 કે સમગ્ર UPI ટ્રાન્ઝેક્શન પર 18% GST લાગશે?

જવાબ: નહીં, 18% GST કુલ UPI પેમેન્ટની રકમ પર નહીં; પરંતુ, માત્ર MDR તરીકે વસૂલવામાં આવતી સર્વિસ ફી પર જ લાગૂ થશે. ઉદાહરણ તરીકે, જો કોઈ ગ્રાહક વેપારીને ₹10,000નું પેમેન્ટ કરે અને તેના પર 0.4% (એટલે ​​કે ₹40) MDR બને છે, તો 18% GST માત્ર આ ₹40 પર જ વસૂલવામાં આવશે (જે ₹7.20 હોય છે). આમ, વેપારીએ કુલ ₹47.20નો પ્રોસેસિંગ ચાર્જ ચૂકવવો પડશે.

જો MDR ₹5ની ફ્લેટ રેટ લાગી રહી હોય, તો કેટલો GST લાગુ થશે?

જવાબ: હાં, જે ટ્રાન્ઝેક્શનમાં MDR ફ્લેટ ₹5 નિશ્ચિત કરવામાં આવ્યો હોય, ત્યાં 18% GSTના હિસાબે 90 પૈસા થશે ટેક્સ બનશે. આવા કિસ્સાઓમાં વેપારીઓએ MDR અને GST મળીને કુલ ₹5.90 ચૂકવવા પડશે.

શું વેપારીઓ આ GST પર ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરી શકે છે?

જવાબ: હા, જે બિઝનેસ GST હેઠળ નોંધાયેલા છે, તે નિયમો અને શરતોને આધીન રહીને, MDR પર ચૂકવેલ GSTનો ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)નો દાવો કરી શકે છે. નિષ્ણાતોના મતે, નોંધાયેલા કારોબારીઓ માટે આ GST કોઇ કાયમી કે વધારાનો ખર્ચ બનશે નહીં. જોકે, GST હેઠળ નોંધણી ન કરાવેલા વ્યવસાયો માટે તે વધારાનો ખર્ચ બની જશે.

Business Formation

UPI payment

પ્રશ્ન: નાના દુકાનદારો અને વ્યવસાયના માલિકો પર તેની શું અસર થશે?

જવાબ: મોટાભાગના નાના વેપારીઓ પર તેની ખાસ અસર થશે નહીં. ‘ઝીરો-MDR’ ફ્રેમવર્ક હેઠળ, જે નાના વેપારી UPI QR કોડ દ્વારા દર મહિને ₹1 લાખ સુધીની ચૂકવણી મેળવે છે, તેમના માચે MDR શૂન્ય જ રહેશે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, ₹40 લાખથી ઓછું વાર્ષિક ટર્નઓવર ધરાવતા 99% વેપારીઓએ UPI ટ્રાન્ઝેક્શન અથવા તો ₹2,000થી ઓછા હોય છે અથવા માસિક ₹1 લાખની મુક્તિ મર્યાદાની અંદર આવે છે.

પ્રશ્ન: શું ₹40 લાખથી ઓછું ટર્નઓવર ધરાવતા વેપારી પર MDR લાગી શકે છે?

જવાબ: હા, કેટલાક કિસ્સાઓ થઈ શકે છે. જો નોંધણી ન કરાવેલ વેપારીને એક મહિનામાં ₹1 લાખથી વધુની UPI ચૂકવણી મળે, તો તેને નાના વેપારી માટેની મુક્તિ નહીં મળે, ભલે તેમનું વાર્ષિક ટર્નઓવર ₹40 લાખથી ઓછું હોય. આવી સ્થિતિમાં, તેઓએ ₹2,000 થી વધુની ચૂકવણી પર MDR અને GST ચૂકવવો પડશે. અધિકારીઓનું કહેવું છે કે આવા વેપારીઓની સંખ્યા ખૂબ ઓછી છે અને આ મુદ્દો GST કાઉન્સિલ સમક્ષ પણ ઉઠાવી શકાય છે.

પ્રશ્ન: શું દુકાનો કે વેપારીઓ MDR ચાર્જ ગ્રાહકો પર વસૂલી શકે છે?

જવાબ: બિલકુલ નહીં. સરકારે સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે વેપારીઓ આ MDR ચાર્જ ગ્રાહકો પર નહીં નાખી શકે. બેંકો અને પેમેન્ટ પ્રોવાઇડર્સને કડક સૂચના આપવામાં આવી છે કે તેઓ સુનિશ્ચિત કરે કે વેપારીઓ ગ્રાહકો પાસેથી કોઈ વધારાનો ચાર્જ ન વસૂલે.

પ્રશ્ન: કંપનીઓ અને દુકાનદારોએ તેમના ખાતામાં આની નોંધ કેવી રીતે કરવી જોઈએ?

જવાબ: નિષ્ણાતોની સલાહ છે કે, વ્યવસાયોને પોતાના UPI પેમેન્ટ્સનો હિસાબ રાખવા નીચેની ચાર વસ્તુઓને અલગ-અલગ મેન્ટેન રાખવી જોઇએ:

ગ્રાહક પાસેથી મળેલી કુલ રકમ

બેંક સેટલમેન્ટ પછી મળેલી ચોખ્ખી રકમ

આ ઉપરાંત, બેંક સેટલમેન્ટ રિપોર્ટ્સનું બેંક સ્ટેટમેન્ટ્સ અને GST પોર્ટલ (GSTR-2B) સાથે નિયમિતપણે મિલાન કરવું જોઈએ.

UPI payment

જાણો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) શું છે

મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) એવી ફીસ હોય છે, જે કોઇ વેપારીઓ કે દુકાનદારો ડેબિટ/ક્રેડિટ કાર્ડ અથવા ડિજિટલ પેમેન્ટની સુવિધા (પોઈન્ટ-ઓફ-સેલ મશીન અથવા પેમેન્ટ ગેટવે)નો ઉપયોગ કરવાને બદલે બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સને આપે છે.

દેશમાં ડિજિટલ પેમેન્ટ અને ઇન્વેસટમેન્ટને સરળ બનાવતા UPI માટેના MDR નિયમોમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. 15 ઓક્ટોબર 2026થી નવા UPI MDR અમલમાં આવશે.

આ બાબતને ધ્યાનમાં રાખીને, છૂટક રોકાણકારો એવો પ્રશ્ન કરી રહ્યા છે કે શું મ્યુચ્યુઅલ ફંડની SIP, ટ્રેડિંગ ખાતામાં નાણાં જમા કરાવવા અથવા ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ખોલાવવી જેવી પ્રવૃત્તિઓ વધુ મોંઘી બનશે? શું કંપનીઓ કે બેંકો રોકાણકારો પાસેથી UPI માટે અલગથી ચાર્જ વસૂલશે?

Leave a Reply

error: Content is protected !!