fbpx

શું સામાન્ય CBC ટેસ્ટથી બ્લડ કેન્સર પકડી શકાય?

Spread the love

શું સામાન્ય CBC ટેસ્ટથી બ્લડ કેન્સર પકડી શકાય?

ઘણા લોકો નિયમિત હેલ્થ ચેકઅપ દરમિયાન કરાવવામાં આવતો CBC (Complete Blood Count) રિપોર્ટ હાથમાં આવ્યા પછી તેની કેટલીક માહિતી જોઈને ચિંતિત થઈ જાય છે. ખાસ કરીને WBC વધારે હોય, હીમોગ્લોબિન ઓછું હોય અથવા પ્લેટલેટ ઘટેલા હોય, ત્યારે મનમાં તરત સવાલ ઊભો થાય છે—શું આ બ્લડ કેન્સરની નિશાની છે?

જવાબ છે..ના.  CBC ટેસ્ટ શરીરમાં કંઈક અસામાન્ય ચાલી રહ્યું હોવાની શરૂઆતની ચેતવણી આપી શકે છે, પરંતુ માત્ર CBCના આંકડાઓ પરથી બ્લડ કેન્સર હોવાનું કહી શકાય નહીં. ઇન્ફેક્શન, પોષકતત્વોની ઉણપ, કેટલીક દવાઓ, અન્ય બીમારીઓ અથવા બોનમેરો સંબંધિત સમસ્યાઓને કારણે પણ બ્લડ કાઉન્ટ્સમાં ફેરફાર થઈ શકે છે.

02

CBC ટેસ્ટમાં શું તપાસવામાં આવે છે?

CBC એટલે Complete Blood Count. આ ટેસ્ટમાં લોહીના મુખ્ય ત્રણ પ્રકારના બ્લડ સેલ્સ વિશે માહિતી મળે છે:

રેડ બ્લડ સેલ્સ (RBC) – શરીરના વિવિધ ભાગોમાં ઓક્સિજન પહોંચાડવામાં મદદ કરે છે.

વ્હાઇટ બ્લડ સેલ્સ (WBC) –ઇન્ફેક્શન સામે લડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

પ્લેટલેટ્સ – લોહી જમવાની પ્રક્રિયામાં મદદ કરે છે.

આ ઉપરાંત CBCમાં  હીમોગ્લોબિન, હીમેટોક્રિટ અને રેડ બ્લડ સેલ્સના કેટલાક માપદંડો પણ તપાસવામાં આવે છે. જોકે નોર્મલ રેન્જ દરેક લેબ, ઉંમર અને અન્ય પરિબળો પ્રમાણે થોડું અલગ હોઈ શકે છે. તેથી રિપોર્ટમાં કોઈ એક આંકડો રેફરન્સ રેન્જથી બહાર હોય એટલે તેને સીધું કેન્સર માનવું યોગ્ય નથી.

CBC ક્યારે બ્લડ કેન્સર અંગે શંકા ઊભી કરી શકે?

ડૉક્ટરની ચિંતા સામાન્ય રીતે ત્યારે વધે છે જ્યારે બ્લડ કાઉન્ટમાં ફેરફાર મોટો, સતત અથવા કારણ વગરનો હોય અને ખાસ કરીને એક કરતાં વધુ પ્રકારના બ્લડ સેલ્સમાં એકસાથે અસામાન્યતા જોવા મળે. પરંતુ અહીં પણ મહત્વની વાત એ છે કે આવી અસામાન્યતા માત્ર કેન્સરમાં જ થાય એવું નથી. .
પરંતુ માત્ર CBC સામાન્ય રીતે એ નક્કી કરી શકતું નથી કે વ્યક્તિને ચોક્કસપણે કેન્સર છે કે નહીં. 

3

CBC રિપોર્ટ અસામાન્ય આવે તો ગભરાવું નહીં

CBCમાં કોઈ વેલ્યૂ અસામાન્ય આવે ત્યારે તરત જ કેન્સરનો વિચાર કરીને ગભરાઈ જવું યોગ્ય નથી.
પરંતુ જો ફેરફાર નોંધપાત્ર હોય, વારંવાર જોવા મળે અથવા તેની સાથે અસામાન્ય થાક, વારંવાર ઇન્ફેક્શન થવું, કારણ વગર શરીર પર ચકામા થવા અથવા અસામાન્ય બ્લિડિંગ જેવા લક્ષણો હોય તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.CBC રિપોર્ટને ગુગલ કે ચેટ જીપીટીના આધારે સમજવાને બદલે ડોક્ટરને બતાવવું ખૂબ જ જરૂરી છે.

Leave a Reply

error: Content is protected !!