fbpx

સરકારી યુનિવર્સિટી છે કે 5-સ્ટાર હોટેલ? ‘કટિંગ’ ચા માટે રૂ. 500 અને 1 કિમી કારનું ભાડું રૂ. 3000 ચૂકવાયું

Spread the love

સરકારી યુનિવર્સિટી છે કે 5-સ્ટાર હોટેલ? 'કટિંગ' ચા માટે રૂ. 500 અને 1 કિમી કારનું ભાડું રૂ. 3000 ચૂકવાયું

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં આવેલી બરકતુલ્લાહ યુનિવર્સિટી તેના દીક્ષાંત સમારોહ દરમિયાન થયેલા અજીબોગરીબ અને અતિશય ખર્ચને કારણે વિવાદમાં આવી ગઇ છે. ‘માહિતી અધિકાર’ (RTI) કાયદા હેઠળ સામે આવેલી માહિતીમાં બિલ અને ચૂકવણી અંગેના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. દસ્તાવેજો અનુસાર, અડધા કપ બ્લેક ટી (‘કટિંગ ચા’) માટે ₹500 અને માત્ર એક કિલોમીટરના અંતર માટે કારના ભાડા પેટે ₹3,000 ચૂકવવામાં આવ્યા હતા. આ VIP ખર્ચે હવે યુનિવર્સિટીના વહીવટ અને નાણાકીય પારદર્શિતા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

Barkatullah University

RTI દ્વારા મળેલી માહિતીના અનુસાર, બરકતુલ્લાહ યુનિવર્સિટી કેમ્પસમાં જ એક વિશાળ અને સુવિધાયુક્ત ઓડિટોરિયમ આવેલું છે. તેમ છતા દીક્ષાંત સમારોહનું આયોજન ભોપાલના રવીન્દ્ર ભવન હોલમાં કરવામાં આવ્યું હતું, જેના માટે ₹2 લાખનું ભાડું ચૂકવવામાં આવ્યું હતું. પ્રશ્ન એ થાય છે કે જ્યારે યુનિવર્સિટી પાસે પોતાનું કેમ્પસ ઉપલબ્ધ હતું, ત્યારે સરકારી ખજાનામાંથી લાખો રૂપિયા ખર્ચવાની વહીવટી મંજૂરી આપી કયા અધિકારીએ અને કયા આધારે આપી?

Barkatullah University

કદાચ આ બાબતનો સૌથી ગંભીર પાસું એ છે કે યુનિવર્સિટીના ફાઇનાન્સ કંટ્રોલરે આ અતિશય અને અસામાન્ય બિલો સામે સત્તાવાર રીતે વાંધો ઉઠાવ્યો હતો. તેમ છતા આ વાંધાઓને નજરઅંદાજ કરતા સંબંધિત વિક્રેતાઓને ચૂકવણી કરી દેવામાં આવી. યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને RTI કાર્યકર્તા ધર્મેન્દ્ર સિંહ ગૌરે આ માહિતી સાર્વજનિક કરી છે, તેમણે સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ, બિલોનું પુનઃ-ઓડિટ અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

tea

જોકે RTI દ્વારા સામે આવેલા બિલોની સંખ્યા અને અસામાન્ય રકમો સીધી રીતે નાણાકીય અનિયમિતતા તરફ સ્પષ્ટ સંકેત આપે છે, પરંતુ કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચવા માટે કાનૂની અને વહીવટી પ્રક્રિયાઓ અનુસાર સક્ષમ સત્તાધિકારી દ્વારા ઓડિટ અને નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે. યુનિવર્સિટી સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ માંગ કરી છે કે સમગ્ર કાર્યક્રમની પાઇ-પાઇનો હિસાબ સાર્વજનિક કરવામાં આવે, જેથી સરકારી પૈસાનો દુરુપયોગ રોકવા માટે જવાબદારી નક્કી કરી શકાય.

Leave a Reply

error: Content is protected !!