fbpx

રાત્રે 1 વાગ્યે સ્ટીયરિંગ લોક તોડી ટ્રક ઉપાડી ગયા, કોર્ટે ફાઇનાન્સરને 15 લાખ ચૂકવવા આપ્યો આદેશ

Spread the love

રાત્રે 1 વાગ્યે સ્ટીયરિંગ લોક તોડી ટ્રક ઉપાડી ગયા, કોર્ટે ફાઇનાન્સરને 15 લાખ ચૂકવવા આપ્યો આદેશ

સુપ્રીમ કોર્ટે લોનની વસૂલાત અને વાહન જપ્ત કરવાની પ્રક્રિયા અંગે એક મહત્ત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ફાઇનાન્સ કંપનીઓ કે બેંકો માત્ર EMI ચૂકવવામાં ચૂક થવાને કારણે બળજબરીથી વાહન જપ્ત નહીં કરી શકે  અથવા મધ્યરાત્રિએ ચૂપચાપ ગાડીનું લોક તોડીને તેને જપ્ત નહીં કરી શકે. ગીરો પર મૂકવામાં આવેલા વાહનોને જપ્ત કરવા માટે ફાઇનાન્સરો દ્વારા બળના ઉપયોગની ટીકા કરતા સુપ્રીમ કોર્ટે એક ફાઇનાન્સરને ટ્રક તે માલિકને ₹15 લાખ ચૂકવવાનો આદેશ આપ્યો છે; જેણે વાહન ખરીદવા માટે ₹10.4 લાખની લોન લીધી હતી.

શું છે મામલો?

જૂન 2021માં લોન મંજૂર થયાના લગભગ બે વર્ષ પછી EMI ન ચૂકવવાને કારણે ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સે ટ્રક જપ્ત કરી લીધી હતી. અયોધ્યાના 9 એપ્રિલ, 2023ના રોજ એક વેરહાઉસના CCTV ફૂટેજમાં જોવા મળ્યું હતું કે ચાર વ્યક્તિઓ વાહનનું સ્ટીયરિંગ લોક તોડીને રાત્રે લગભગ 1 વાગ્યે તેને લઈ ગયા હતા.

SC

છ મહિના પછી, ચોલામંડલમે એક નોટિસ મોકલી, જેમાં જણાવાયું હતું કે તેણે વાહન જપ્ત કરી લીધું છે અને તેને ₹4.5 લાખમાં તેની હરાજી કરી દીઘું છે, અને હજુ પણ તેણે ₹1.3 લાખની બાકી રકમ ચૂકવવાની બાકી છે.

ન્યાયાધીશ પી.એસ, નરસિંહા અને આલોક આરાધેની સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે, જોકે ગીરો મૂકાયેલું વાહન જપ્ત કરવું એ ફાઇનાન્સ કરાયેલી સંપત્તિને સુરક્ષિત કરવા માટેનું એક કાયદેસરનું પગલું છે, પરંતુ તે કાયદેસર રીતે કરવું જોઇએ અને આ પ્રક્રિયા 5 મે, 2003ના રોજ જાહેર કરાયેલ ‘ધિરાણકર્તાઓ માટેની વાજબી વ્યવહાર સંહિતા’ (Fair Practices Code for Lenders) અંગેની RBIની માર્ગદર્શિકા અનુસાર જ થવું જોઈએ.

SC

બેન્ચે ICICI Bank Ltd. v. Prakash Kaur (2007)ના તેના અગાઉના ચૂકાદાનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં એવું ઠેરવવામાં આવ્યું હતું કે દેશમાં કાયદાનું શાસન છે અને બેન્કો કે નાણાકીય સંસ્થાઓ વાહનો જપ્ત કરવા માટે ગુંડાઓનો ઉપયોગ નહીં કરી શકે. કોર્ટે કહ્યું કે, વાહન જપ્તીનું પ્રાવધાન કાયદેસર હોવું જોઇએ અને ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ 1872 તથા RBIના નિર્દેશો અનુરૂપ હોવું જોઇએ. એવામાં પ્રાવધાનમાં વાહન કબજામાં લેવાથી પહેલા નોટિસનો સમયગાળો, કબજો લેવાની પ્રક્રિયા અને વાહન વેચવા પહેલા ધિરાણકર્તાને ચૂકવણીની છેલ્લી તક આપવી જોઇએ.

Leave a Reply

error: Content is protected !!