fbpx

પ્રાંતિજ કતપુર ટોલ પ્લાઝા પાસે ઓક્સિજન ભરેલા આઈસરને અકસ્માત

Spread the love

પ્રાંતિજ કતપુર ટોલ પ્લાઝા પાસે ઓક્સિજન ભરેલા આઈસરને અકસ્માત
ઓક્સિજનના ૭૦ બાટલા રોડ પર પટકાતા અફડાતફડી
 ૧૧૨ પોલીસની ટીમે બંને ચાલકોને પોલીસ સ્ટેશન લઈ જઈ પૂછપરછ હાથ ધરી
       


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા નજીક આશરે ૧૦૦ મીટરના અંતરે ઓક્સિજનના બાટલા ભરેલા આઈસરને પાછળથી કન્ટેનર ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતના પગલે આઈસરમાં ભરેલા ઓક્સિજનના બાટલા રોડ પર પટકાતા થોડા સમય માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો


મળતી માહિતી મુજબ, આઈસર વાહનમાં ઓક્સિજનના આશરે ૭૦ બાટલા ભરેલા હતા અને આઈસર જયપુરથી અમદાવાદ તરફ જઈ રહ્યો હતો દરમિયાન પાછળથી આવી રહેલા કન્ટેનર ચાલકે પૂરપાટ ઝડપે વાહન હંકારતા સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને આઈસરને પાછળથી જોરદાર ટક્કર મારી હતી ટક્કરના કારણે આઈસરમાં ભરેલા ઓક્સિજનના બાટલા રોડ પર પડી ગયા હતા. ઘટનાની જાણ થતાં ૧૧૨ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બંને વાહનચાલકોને પ્રાંતિજ પોલીસ સ્ટેશન લઈ જઈ પૂછપરછ હાથ ધરી હતીઅકસ્મતમાં આઈસર ચાલક તરીકે રઘુનાથસિંહ, ઉંમર ૪૮ વર્ષ, રહે. પાલી, સોજત, રાજસ્થાન અને કન્ટેનર ચાલક તરીકે અર્જુન ભારતી, રહે. ઝારખંડ હોવાનું જાણવા મળ્યું છે ઓક્સિજનના બાટલાઓ ભરેલા વાહનને અકસ્માત નડતા ઘટનાસ્થળે થોડા સમય માટે ચિંતા અને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો જોકે, મોટી જાનહાનિ ટળી હોવાનું જાણવા મળે છે. અકસ્માત અંગે પ્રાંતિજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!