પ્રાંતિજ નજીક બેફામ ઝડપે દોડતી બાઇકે પાછળથી ટક્કર મારતા આધેડને ગંભીર ઇજા
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના વાઘપુરથી પ્રાંતિજ તરફ જવાના માર્ગ પર તા. ૧૦ સપ્ટેમ્બરના રોજ અકસ્માતની ઘટના બની હતી. આ મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં તા. ૨૩ સપ્ટેમ્બરના રોજ ફરિયાદ નોંધાવવામાં આવી છે
પ્રાંતિજ પોલીસ સ્ટેશન થી મળતી માહિતી મુજબ, વાઘપુર ગામની સીમમાં બોરકૂવા ઉપર રહેતા કનુજી બાલાજી મકવાણા ઉંમર ૫૪ વર્ષ તા. ૧૦/૦૯/૨૦૨૬ના રોજ સવારે આશરે ૭:૩૦ વાગ્યાના અરસામાં પોતાની મોટરસાયકલ નં. GJ-09-CR-0375 લઈને વાઘપુરથી પ્રાંતિજ તરફ જઈ રહ્યા હતા દરમિયાન પાછળથી આવતી મોટરસાયકલ નં. GJ-09-DD-2592ના ચાલકે બાઇક પૂરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી કનુજી મકવાણાની મોટરસાયકલને પાછળથી ટક્કર મારી હતી અકસ્મતમાં કનુજી મકવાણાને જમણા પગની એડીના ભાગે ફ્રેક્ચર સહિત શરીરે ઇજાઓ પહોંચી હતી આ અકસ્માત અંગે બંને પક્ષ વચ્ચે સમાધાનની વાતચીત ચાલતી હોવાથી શરૂઆતમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી નહોતી. જોકે, મોટરસાયકલ ચાલક સાથે સમાધાન ન થતાં કનુજી મકવાણાએ તા. ૨૩/૦૯/૨૦૨૬ના રોજ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પ્રાંતિજ પોલીસે આઇપીસીકલમ ૨૮૧ , ૧૨૪(એ),૧૨૫(બી) તથા મોટર વ્હીકલ એક્ટની કલમ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનોનોંધી આગળ ની તપાસ હાથ ધરી છે