પ્રાંતિજના સિનેમા રોડ વાધેલા વાસ ખાતે ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી
દસ દિવસ સુધી ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા
આજે અગિયારમા દિવસે વાજતે-ગાજતે ગણેશજીનું વિસર્જન કરાશે
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજના સિનેમા રોડ સ્થિત વાધેલા વાસ ખાતે વાધેલા સમાજ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ગણેશ મહોત્સવની ભક્તિભાવ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી દસ દિવસ સુધી ગણેશજીની સ્થાપના કરી વિવિધ ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું





ગણેશ મહોત્સવ દરમિયાન દરરોજ સવાર-સાંજ ભગવાન ગણેશજીની આરતી કરવામાં આવી હતી ભક્તો દ્વારા ગણેશજીને ભાવતાં વિવિધ ભોજનનો ભોગ ધરાવી પૂજા-અર્ચના કરવામાં આવી હતી અને ભક્તોએ ધાર્મિક વાતાવરણમાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી ગણેશ મહોત્સવના અંતિમ દિવસે ગણેશ પંડાલ ખાતે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના લોકો તેમજ ભક્તોએ ઉપસ્થિત રહી કથાનો લાભ લીધો હતો દસ દિવસ દરમિયાન ગણેશ પંડાલ ખાતે ધાર્મિક કાર્યક્રમો સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર મહોત્સવ દરમિયાન વાધેલા વાસ ખાતે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો આજે ગણેશ મહોત્સવના અગિયારમા દિવસે ભગવાન ગણેશજીની મૂર્તિને વાજતે-ગાજતે શોભાયાત્રા સાથે લઈ જઈ વિધિવત્ વિસર્જન કરવામાં આવશે વાધેલા સમાજના લોકો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવનું સુંદર આયોજન કરી ભક્તિ અને સામાજિક એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો