fbpx

સાબરમતી નદીમાં બે યુવાન ડૂબ્યા, એકનું મોત

Spread the love

સાબરમતી નદીમાં બે યુવાન ડૂબ્યા, એકનું મોત
માણસાના ડેમરા ના ડેરા પાસે સાબરમતી નદીમાં બે યુવાનો ડૂબ્યા, એકનું મોત
મિત્રો દ્વારા યુવકને પાણીમાંથી બહાર કાઢી 112ને જાણ કરાઈ
112 ટીમે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો


માણસા તાલુકાના ડેમરા ડેરા પાસે સાબરમતી નદીમાં ગણેશ વિસર્જન બાદ ન્હાવા પડેલા બે યુવાનો ડૂબી જવાની ઘટના સામે આવી છે જેમાં એક યુવાનને બચાવી લેવામાં આવ્યો હતો, જ્યારે એક યુવાનનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળે છે

મળતી માહિતી મુજબ અમદાવાદના કેટલાક યુવાનો ગણેશ વિસર્જન માટે માણસા તાલુકાના ડેમરા ના ડેરા ખાતે સાબરમતી નદીમાં આવ્યા હતા ગણેશજીનું વિસર્જન કર્યા બાદ યુવાનો નદીમાં ન્હાવા પડ્યા હતા દરમિયાન બે યુવાનો પાણીમાં ડૂબી ગયા હતા જેમાં એક યુવાનને અન્ય લોકો દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો જ્યારે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ઉમાજીની ચાલી ખાતે રહેતા શાહિલ રોતાકસિંહ ભદોરીયા નદીના પાણીમાં ગરકાવ થઈ જતા મિત્રો દ્વારા તેને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારબાદ તાત્કાલિક 112ને ફોન કરી મદદ માંગવામાં આવી હતી 112ની ટીમ ઘટનાસ્થળે પહોંચી તે પહેલાં મિત્રો યુવકને એક્ટિવા પર લઈને 112ની ટીમને રસ્તામાં મળ્યા હતા. સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં લઈ 112ની ટીમે સમય ગુમાવ્યા વિના યુવકને પોતાની જીપમાં બેસાડી તાત્કાલિક પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતોપ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખાતે હાજર તબીબોએ યુવકની તપાસ કરતા તેને મૃત જાહેર કર્યો હતો તબીબો દ્વારા સીપીઆર આપી યુવકને બચાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ હૃદયની ધબકારા ફરી શરૂ ન થતાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો ઘટનામાં 112ની ટીમે પરિસ્થિતિની ગંભીરતા સમજીને યુવકને ઝડપથી હોસ્પિટલ પહોંચાડવા કરેલી કામગીરીને કારણે સમયસર તબીબી સારવાર માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો બનાવને પગલે મૃતકના પરિવારજનો અને મિત્રો પર શોકની લાગણી છવાઈ ગઈ હતી

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!