fbpx

ફિલ્મોની ટિકિટ મોંઘી થવાની તૈયારીમાં છે, 570 ટકા કર વસૂલવાની તૈયારી

Spread the love

ફિલ્મોની ટિકિટ મોંઘી થવાની તૈયારીમાં છે, 570 ટકા કર વસૂલવાની તૈયારી

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દેશની આર્થિક રાજધાની મુંબઈના લોકોને મોટો ફટકો આપવાની તૈયારી કરી રહ્યું છે. મોંઘવારીની માર વચ્ચે, BMCએ મનોરંજન કરમાં 570 ટકા સુધીનો વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જો રાજ્ય સરકારનો શહેરી વિકાસ વિભાગ આ પ્રસ્તાવને મંજૂરી આપે છે, તો મુંબઈના સિનેમાઘરોમાં જઈને ફિલ્મો જોવાનું 5 ગણું મોંઘુ થશે. એટલું જ નહીં, લાઈવ મ્યુઝિક કોન્સર્ટ માટે ટિકિટના ભાવમાં પણ ઘણો વધારો થઈ શકે છે.

એક અંગ્રેજી અખબારમાં છપાયેલા અહેવાલ મુજબ, BMCએ મુંબઈના સિનેમા હોલ અને અન્ય સ્થળો પર લાદવામાં આવતા હાલના મનોરંજન કર દરમાં 570 ટકા સુધીનો મોટો વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જો આ પ્રસ્તાવ મંજૂર થાય છે, તો મરાઠી અને ગુજરાતી સિવાયના અન્ય ભાષાઓમાં થનારા નાટકો અને કોન્સર્ટ જેવા પર્ફોર્મિંગ આર્ટ્સ ઇવેન્ટ્સ અને ફિલ્મો માટે ટિકિટના ભાવમાં ખુબ મોટો ઉછાળો જોવા મળી શકે છે. પ્રદર્શકો અને પર્ફોર્મિંગ આર્ટ્સ થિયેટર મેનેજરોએ શો અને સ્ક્રીનિંગના આયોજન માટે મ્યુનિસિપલ સંસ્થાઓને મનોરંજન કર ચૂકવવો પડે છે, પરંતુ આ બોજ આખરે દર્શકો પર પડે છે, કારણ કે પ્રદર્શકો આયોજકો સામાન્ય રીતે તેને ટિકિટની કિંમતોમાં સમાવી દે છે.

BMCના પ્રસ્તાવ હેઠળ, એર-કન્ડિશન્ડ હોલ અને મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોનારાઓને ટિકિટના ભાવમાં ભારે વધારો થઈ શકે છે, કારણ કે નગર પાલિકાએ પ્રતિ ટિકિટ મનોરંજન કર રૂ. 60થી વધારીને રૂ. 400 કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જે 570 ટકાનો વધારો દર્શાવે છે. આ ઉપરાંત, નોન-AC સિનેમા હોલમાં પ્રતિ ટિકિટ દર રૂ. 45થી વધારીને રૂ. 200 કરવાનો પ્રસ્તાવ છે, જે 400 ટકાનો વધારો દર્શાવે છે.

21

કોન્સર્ટ અને નાટકો જેવા પર્ફોર્મિંગ આર્ટ્સ ઇવેન્ટ્સ માટેનો ટેક્સ રૂ. 50થી વધારીને રૂ. 100 કરવાનો પ્રસ્તાવ છે, જ્યારે અન્ય પ્રકારના મનોરંજન શો માટે, તે રૂ. 25થી વધારીને રૂ. 75 કરવાનો પ્રસ્તાવ છે. આ પ્રસ્તાવમાં મિની થિયેટર અને વિડિયો સ્ક્રીનિંગ સ્થળો માટે પ્રતિ ટિકિટ રૂ. 90નો નવો કર પણ શામેલ છે, જે અગાઉ કરમુક્ત હતો. આની સાથે નગર પાલિકાએ પ્રાદેશિક સિનેમા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે મરાઠી અને ગુજરાતી ફિલ્મો, નાટકો અને કોન્સર્ટ દર્શાવતા સિનેમા હોલ, મલ્ટિપ્લેક્સ અને થિયેટર માટે 100 ટકા કર મુક્તિનો પ્રસ્તાવ મૂક્યો છે.

22

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, નાગરિક વહીવટીતંત્રે 2027-28 સુધી 2014-15ના કર દરો જાળવી રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જ્યાં સુધી રાજ્ય સરકાર સુધારેલા માળખાને મંજૂરી ન આપે અને સત્તાવાર ગેઝેટમાં તેની ઔપચારિક જાહેરાત ન કરે. BMCના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘હાલ માટે, જૂના દરો અમલમાં રહેશે, કારણ કે નવા દરો શહેરી વિકાસ વિભાગ દ્વારા મંજૂર થવાના બાકી છે.’ હાલમાં, AC થિયેટરો પ્રતિ શો રૂ. 60 અને નોન-AC થિયેટરો પ્રતિ શો રૂ. 45 વસૂલ કરે છે, નાટકો અને અન્ય મનોરંજન કાર્યક્રમો પર પ્રતિ શો રૂ. 25 અને સર્કસ અને મેળાઓ પર પ્રતિ દિવસ રૂ. 50 કર લાદવામાં આવે છે. મહિનાની 5 તારીખ સુધીમાં માસિક થિયેટર ટેક્સ અગાઉથી ચૂકવનારા કરદાતાઓ માટે 1959થી લાગુ 6 ટકા રિબેટ પણ 2027-28 સુધી ચાલુ રાખવાનો પ્રસ્તાવ છે.

Leave a Reply

error: Content is protected !!