fbpx

AIનું શાસન, અજીબોગરીબ ટેક્નોલોજી; વર્ષ 6000ના ‘ટાઈમ ટ્રાવેલર’ના દાવા ચોંકાવી દેશે!

Spread the love

AIનું શાસન, અજીબોગરીબ ટેક્નોલોજી; વર્ષ 6000ના 'ટાઈમ ટ્રાવેલર'ના દાવા ચોંકાવી દેશે!

ઈન્ટરનેટ પર હાલમાં એક અજીબોગરીબ દાવો વાયરલ થઈ રહ્યો છે. એક વ્યક્તિએ, પોતાનો ચહેરો છુપાવીને અને અવાજ બદલીને કહ્યું છે કે તે વર્ષ 6000માંથી આવ્યો છે. એટલે કે તે 4,000 વર્ષ આગળના સમયમાં મુસાફરી કરીને ફર્યો છે. તેણે પુરાવા તરીકે તેણે એક ઝાંખો ફોટોગ્રાફ રજૂ કર્યો. તેની આ કહાનીએ સોશિયલ મીડિયા પર દરેકને આશ્ચર્યચકિત કરી દીધા છે.

ડેઈલી સ્ટાર UKના અહેવાલ મુજબ, એક રહસ્યમય યુટ્યુબ ચેનલ પર એક અજાણ્યો શખ્સ સામે આવ્યો છે. તેનું કહેવું છે કે તે કોઈ સામાન્ય માનવી નથી. તેના મતે 90ના દાયકામાં તે એક ગુપ્ત મિશનનો ભાગ હતો, જેમાં લોકોને ‘ટાઈમ ટ્રાવેલ’  દ્વારા ભવિષ્યમાં મોકલવામાં આવતા હતા. તેણે પોતાનો ચહેરો છુપાવ્યો અને અવાજ બદલ્યો હતો. જોકે ઘણા લોકો આને ખોટું અથવા પબ્લિસિટી સ્ટંટ માની રહ્યા છે, પરંતુ તે પોતાની વાત પર અડગ છે. તેણે કહ્યું કે, મને ખબર છે કે તમે આના પર વિશ્વાસ નહીં કરો. હું પોતે પણ ન માનતો, જો મેં મારી પોતાની આંખોથી જોયું ન હોત.

તે વ્યક્તિનું કહેવું છે કે વર્ષ 6000ની દુનિયા ખૂબ આગળ નીકળી ચૂકી છે. ત્યાંની સરખામણીમાં આપણી વર્તમાન દવાઓ, સરકાર અને ટેક્નોલોજી ખૂબ જૂની અને બેકાર લાગે છે. ત્યાં કોઈ લડાઇ-ઝઘડો નથી થતો; એક સુપર ઇન્ટેલિજેન્સ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સમગ્ર વિશ્વને શાંતિપૂર્ણ રીતે ચલાવે છે. તેણે એમ પણ કહ્યું કે ભવિષ્યમાં લોકો પોતાના શરીરને નાનું કરવાની ટેક્નિક શીખી ચૂક્યા છે, જેનાથી વધુ વસ્તી અને ઘરની અછત જેવી સમસ્યાઓ નથી.

Time-traveller

ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે પત્રકારે પુરાવા માંગ્યા ત્યારે તે વ્યક્તિએ એક ફોટોગ્રાફ બતાવ્યો. પરંતુ, તે છબીમાં કંઈપણ સ્પષ્ટ દેખાતું નહોતું; તે આધુનિક શહેરના ફોટાને બદલે એક ઝાંખા પેઇન્ટિંગ જેવું વધુ લાગતું હતું. આના પર શખ્સે કહ્યું કે સમયની મુસાફરી દરમિયાન ફોટોગ્રાફ્સ બગડી જાય છે, એટલે ફોટો ઝાંખો દેખાય છે.

આ કહાનીમાં ત્યારે ભાવુક વળાંક આવ્યો છે જ્યારે તે વ્યક્તિ રડી પડે છે. તેણે કહ્યું કે, ભવિષ્યમાં તેનો એક નજીકનો મિત્રને પાછળ છૂટી ગયો છે. તેના મતે, ભવિષ્ય સ્વર્ગ જેવું છે, પરંતુ તે પોતાના મિત્રને પોતાની સાથે પાછો લાવી શક્યો નહીં. આંખોમાં આંસુ સાથે તેણે કહ્યું કે તે ફક્ત તેને છેલ્લી વાર જોવા માંગતો હતો.

Time-traveller1

અત્યાર સુધી લાખો લોકોએ આ ઇન્ટરવ્યૂ જોયું છે, પરંતુ મોટાભાગના લોકો અને વૈજ્ઞાનિકો તેને કાલ્પનિક કહાની અથવા મજાક માની રહ્યા છે. તો, તે વ્યક્તિનો દાવો છે કે2028 સુધીમાં સત્ય સૌની સામે આવી જશે. ત્યાં સુધી, પોપકોર્ન લો અને કહાનીનો આનંદ માણો.

Leave a Reply

error: Content is protected !!