fbpx

માત્ર 14% લોકો જ UPI ચાર્જ ચૂકવવા તૈયાર… સર્વે મુજબ ગ્રાહકો પેમેન્ટની પદ્ધતિ બદલશે

Spread the love

માત્ર 14% લોકો જ UPI ચાર્જ ચૂકવવા તૈયાર... સર્વે મુજબ ગ્રાહકો પેમેન્ટની પદ્ધતિ બદલશે

‘ડિજિટલ ઈન્ડિયા’ના આ યુગમાં આપણે શાકભાજીના વિક્રેતાઓથી લઈને મોટા શૉરૂમ સુધી દરેક જગ્યાએ મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને UPI પેમેન્ટ કરીએ છીએ. આપણને તેની એટલી આદત પડી ગઈ છે કે આપણે આપણા વોલેટમાં કેશ રાખવાનું પણ લગભગ ભૂલી ગયા છીએ. પરંતુ, હવે મોટા પેમેન્ટ્સને લઈને એક ફેરફાર થવા જઈ રહ્યો છે. 15 ઓક્ટોબર 2026થી, રૂ.2,000થી વધુના P2M (વ્યક્તિથી વેપારી) UPI પેમેન્ટ્સ પર 0.4%નો ‘મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ’ (MDR) લાગૂ કરવામાં આવશે. આ બાબતે લોકોમાં ખૂબ મૂંઝવણ છે. તાજેતરના દેશવ્યાપી સર્વેક્ષણમાંથી જાણવા મળ્યું છે કે જો લોકોએ વધારાનો ચાર્જ ચૂકવવો પડે, તો તેઓ UPIનો ઉપયોગ કરવાનું બંધ કરી દેશે.

‘લોકલસર્કલ્સ’ દ્વારા દેશના 291 જિલ્લાઓમાં એક મોટું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં 67,000થી વધુ UPI યુઝર્સનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. આંકડા દર્શાવે છે કે 76% ગ્રાહકો રૂ.2,000થી વધુના વ્યવહારો માટે કોઈપણ વધારાનો ચાર્જ ચૂકવવા તૈયાર નથી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો આવા ચાર્જ લગાવવામાં આવશે, તો તેઓ પેમેન્ટની પદ્ધતિ જ બદલી નાખશે. સર્વેમાં સામેલ લોકોમાંથી માત્ર 14% લોકો જ એવા મળ્યા, જેમણે ચાર્જ આપીને પણ UPIનો ઉપયોગ ચાલુ રાખવાની તૈયારી દર્શાવી. બાકીના લોકો રૂ.2,000થી વધુના પેમેન્ટ માટે અન્ય વિકલ્પો શોધવાનું મન બનાવી ચૂક્યા છે.

UPI-Payment1

સર્વેક્ષણના પરિણામો દર્શાવે છે કે લોકોએ પહેલેથી જ બેકઅપ પ્લાન તૈયાર કરી લીધા છે. જો UPI મોંઘું બને, તો 27% લોકો ફરીથી રોકડ વ્યવહાર શરૂ વળશે. તો, 26% લોકો ક્રેડિટ કાર્ડ અને 14% લોકો ડેબિટ કાર્ડનો વિકલ્પ પસંદ કરશે. આ ઉપરાંત, 4% લોકો એવા પણ છે, જે NEFT અથવા IMPS દ્વારા પૈસા ટ્રાન્સફર કરશે. લગભગ 9 ટકા લોકો એવા વિકલ્પો શોધી રહ્યા છે જેમાં કોઈ વધારાનો ચાર્જ ન લાગે. હેરાનીની વાત એ છે કે 2 ટકા લોકોએ કહ્યું કે જો ચાર્જ લાગૂ કરવામાં આવે તો તેઓ તેમની ખરીદી જ ટાળી દેશે.

આ ચિંતા માત્ર ગ્રાહકો પૂરતી સીમિત નથી; દુકાનદાર વચ્ચે પણ ચિંતા છે. 0.4 ટકાના MDRના આધારે, દુકાનદારે રૂ.5,000ના પેમેન્ટ પર રૂ.20 ચૂકવવા પડશે; તો રૂ.50,000ની ચૂકવણી માટે, આ ચાર્જ વધીને રૂ.200 થઇ જશે. ‘લોકલસર્કલ્સ’એ 32,000થી વધુ વેપારીઓ સાથે પણ વાત કરી હતી. તેમાંથી 41 ટકા વેપારીઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેઓ પોતાના ખિસ્સામાંથી MDR ચૂકવશે નહીં. માત્ર 17 ટકા દુકાનદારો જ આ ખર્ચ ઉઠાવવા તૈયાર જણાયા, જ્યારે 9 ટકા વેપારીઓએ જણાવ્યું હતું કે તેઓ UPI દ્વારા ચૂકવણી સ્વીકારતા જ નથી.

UPI-Payment2

હવે સૌથી મોટો સવાલ એ એ છે કે આ ખર્ચ કોણ આપશે? નાણાં મંત્રાલયે આ બાબતે સ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ કરી દીધી છે. સરકારનું કહેવું છે કે MDR, ન તો સરકારી ટેક્સ છે કે ન તો NPCI તેને વસૂલી રહ્યું છે. વેપારીઓને કડક સૂચના આપવામાં આવી છે કે તેઓ કોઈપણ સંજોગોમાં ગ્રાહકો પાસેથી આ ખર્ચ ન વસૂલે. બેંકોને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ સુનિશ્ચિત કરે કે આ આર્થિક બોજ ગ્રાહક પર ન પડે. 15 ઓક્ટોબરથી સમગ્ર વ્યવસ્થા પર નજીકથી દેખરેખ રાખવામાં આવશે.

જોકે, અહેવાલમાં એક વાત સામે આવી છે કે, જો કોઇ દુકાનદારે ગ્રાહક પાસેથી ખોટી રીતે આ ચાર્જ વસૂલે છે તો તેની સામે શું કાર્યવાહી કરવામાં આવશે તે અંગે સ્પષ્ટતા નથી. ગ્રાહકોને રિફંડ કેવી રીતે મળશે, તેની પ્રક્રિયા પણ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. સર્વેક્ષણનો મતલબ એ નથી કે બજારમાં આ ચાર્જ છૂપી રીતે ગ્રાહકો પર વસૂલવામાં આવશે, તો ઊંચા મૂલ્યના UPI પેમેન્ટ્સનો મોટો હિસ્સો ફરીથી રોકડ અથવા કાર્ડ તરફ શિફ્ટ થઇ જશે.

Leave a Reply

error: Content is protected !!