fbpx

અભિષેક શર્મા સનરાઇઝર્સ હૈદરાબાદ કેમ છોડવા માંગે છે? શું ઈશાન કિશન છે કારણ?

Spread the love

ગૌવંશની

અભિષેક શર્મા સનરાઇઝર્સ હૈદરાબાદ કેમ છોડવા માંગે છે? શું ઈશાન કિશન છે કારણ?

IPL 2027 શરૂ થવામાં હજુ લગભગ પાંચ મહિના બાકી છે, તેમ છતા તમામ ટીમોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સનરાઈઝર્સ હૈદરાબાદના ઓપનર અભિષેક શર્મા ટીમ છોડવા માંગે છે; તેઓ 2027ની સીઝન પહેલાં સનરાઈઝર્સ હૈદરાબાદ છોડીને અન્ય ફ્રેન્ચાઈઝી માટે રમવા માંગે છે. એક તાજેતરના અહેવાલમાં ખુલાસો થયો છે કે અભિષેક શા માટે હવે હૈદરાબાદની ટીમ માટે રમવા માંગતો નથી.

અભિષેક શર્મા SRH કેમ છોડવા માંગે છે?

‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ના અહેવાલ મુજબ, હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સ IPL 2027 દરમિયાન આંતરરાષ્ટ્રીય મેચોમાં વ્યસ્ત રહેશે. એવામાં, ફ્રેન્ચાઈઝી ઈશાન કિશનને કેપ્ટનશિપદ સોંપવા માટે ઉત્સુક છે. અભિષેક શર્મા આ નિર્ણયથી ખુશ નથી, કારણ કે તે પોતે કેપ્ટનશિપ સંભાળવા માંગે છે.

abhishek-sharma2

એવામાં સામે આવેલા નવા અહેવાલ મુજબ, અભિષેક શર્માની વાતચીત હાલમાં મુંબઈ ઈન્ડિયન્સ, ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ સાથે થઇ રહી છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે હવે કોઈ રહસ્ય નથી કે અભિષેક શર્મા ઈશાન કિશનને કેપ્ટનશિપ સોંપવાના નિર્ણયથી નારાજ છે; લાંબા સમયથી હૈદરાબાદ સાથે જોડાયેલો હોવાથી, તે ટીમની કેપ્ટનશિપ કરવામાં રસ ધરાવે છે.

તેમાં કોઈ શંકા નથી કે અભિષેક શર્મા હાલમાં શ્રેષ્ઠ T20I બેટ્સમેનોમાંનો એક છે. તે T20I અને IPLમાં પણ શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તે 2019થી જ SRHનો ભાગ છે અને 2022થી ટીમ માટે સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. ગત સીઝનમાં તેણે 15 મેચોની 15 ઇનિંગ્સમાં 40.21ની સરેરાશથી 563 રન બનાવ્યા હતા, જેમાં એક સદી અને ચાર અડધી સદીનો સમાવેશ થાય છે. તો, IPL 2025માં તેણે 14 મેચોની 13 ઇનિંગ્સમાં 439 રન બનાવ્યા હતા. અત્યાર સુધીમાં તેણે  IPLની 92 મેચોમાં 171.27ના સ્ટ્રાઈક રેટ સાથે કુલ 2,379 રન બનાવ્યા છે.

abhishek-sharma1

અફઘાનિસ્તાન સામેની તાજેતરની ત્રણ મેચની T20 શ્રેણીની અંતિમ મેચમાં, અભિષેક શર્માએ 108 રનની શાનદાર ઇનિંગ રમીને T20Iના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારી હતી. તે હાલમાં જાપાનમાં યોજાઈ રહેલી એશિયન ગેમ્સ 2026માં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. તેણે અત્યાર સુધીમાં ભારત માટે 61 T20 મેચોમાં 32.15ની સરેરાશથી 1,865 રન બનાવ્યા છે.

Leave a Reply

error: Content is protected !!