fbpx

વારાણસીથી વડનગર જતી સેવા સંકલ્પ બાઈક યાત્રાનું પ્રાંતિજમાં ભવ્ય સ્વાગત

Spread the love

વારાણસીથી વડનગર જતી સેવા સંકલ્પ બાઈક યાત્રાનું પ્રાંતિજમાં ભવ્ય સ્વાગત
વારાણસીથી વડનગર જતી સેવા સંકલ્પ બાઈક યાત્રાનું પ્રાંતિજમાં ભવ્ય સ્વાગત
૧૯મા દિવસે પ્રાંતિજ ખાતે યાત્રાનું આગમન
ઢોલ-નગારાના તાલે રેલી યોજાઈ
 પાંજરાપોળમાં અબોલ પશુઓને સાબરદાણ ખવડાવાયું

‘સેવા, સંકલ્પ, સુશાસન અને જનકલ્યાણ’ના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસર તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીને લઈને તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૧૭ ઓક્ટોબર સુધી વિવિધ સેવાકીય અને જનકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે વારાણસીથી વડનગર સુધીની સેવા સંકલ્પ બાઈક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વારાણસીથી પ્રસ્થાન કરેલી આ બાઈક યાત્રા પોતાના પ્રવાસ દરમિયાન વિવિધ શહેરો અને તાલુકાઓમાંથી પસાર થઈ લોકો સાથે જોડાઈ રહી છે


આ સેવા સંકલ્પ બાઈક યાત્રા તેના ૧૯મા દિવસે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેર ખાતે આવી પહોંચી હતી. યાત્રાના પ્રાંતિજ ખાતે આગમનને લઈને સ્થાનિક આગેવાનો, પદાધિકારીઓ અને કાર્યકરો દ્વારા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ શહેરના શેઠ પી. એન્ડ આર. હાઈસ્કૂલ ખાતે યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું યાત્રાના આગમન પ્રસંગે મંત્રી કલ્પેશભાઈ પટેલ, ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, તાલુકા પંચાયત પ્રમુખ અંકિતાબેન પટેલ, નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પંડયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બાઈક યાત્રિકોનું સ્વાગત કરી યાત્રાના ઉદ્દેશ અને સેવા પ્રવૃત્તિઓ અંગે વાત કરવામાં આવી હતી શેઠ પી. એન્ડ આર. હાઈસ્કૂલ ખાતે સ્વાગત કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બાઈક યાત્રિકો સાથે સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ઢોલ-નગારાના તાલે રેલી સ્વરૂપે પ્રાંતિજ પાંજરાપોળ તરફ રવાના થયા હતા. રેલી દરમિયાન કાર્યકરો અને આગેવાનો દ્વારા યાત્રિકોનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. રેલી પાંજરાપોળ ખાતે પહોંચ્યા બાદ ત્યાં સેવા પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાંતિજ પાંજરાપોળ ખાતે રહેલા અબોલ પશુઓ અને ગાયોને સાબરદાણ ખવડાવી યાત્રિકો અને આગેવાનો દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી. અબોલ પશુઓની સેવા સાથે સમાજમાં જીવદયા અને પશુપ્રેમનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પાંજરાપોળ ખાતે ગાયોને સાબરદાણ ખવડાવવાના કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ પણ ભાગ લીધો હતો આ પ્રસંગે પ્રાંતિજ મામલતદાર સંજયભાઈ દેસાઈ, પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.આર. પઢેરિયા,કલ્પેશભાઇ પટેલ ભાજપ તાલુકા પ્રમુખ , ભાજપ તાલુકા મહામંત્રી યશવંતભાઇ પટેલ , નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જિગ્નેશભાઈ પંડયા, નગરપાલિકા કોર્પોરેટર ગીતાબેન પટેલ, નિકુંજભાઈ રામી, પિયુષભાઈ પટેલ, મહેશભાઈ મકવાણા , વિપુલભાઈ ભોઈ, દર્શિલભાઈ દેસાઈ , સંજયભાઈ પટેલ , સંજયસિંહ રાઠોડ સહિત વિવિધ મોરચાના હોદ્દેદારો, કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વારાણસીથી શરૂ થયેલી સેવા સંકલ્પ બાઈક યાત્રા ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ વડનગર તરફ આગળ વધી રહી છે. યાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ સ્વાગત કાર્યક્રમો તેમજ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રાંતિજ ખાતે પણ યાત્રાના આગમનને લઈને સ્થાનિક સ્તરે ઉત્સાહ જોવા મળ્યો હતો.પ્રાંતિજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બાઈક યાત્રિકો સાથે સ્થાનિક આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. સ્વાગત કાર્યક્રમ બાદ પાંજરાપોળ ખાતે અબોલ પશુઓને સાબરદાણ ખવડાવી સેવા પ્રવૃત્તિ કરવામાં આવતા સમગ્ર કાર્યક્રમમાં સેવા અને જીવદયાનો સંદેશ પણ જોડાયો હતો. પ્રાંતિજ ખાતેના કાર્યક્રમ બાદ બાઈક યાત્રા આગામી સ્થળ તરફ વડનગરના માર્ગે આગળ વધી હતી

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!