fbpx

શ્રી મહાવીર વિદ્યામંદિર ટ્રસ્ટ બી.એડ્. કૉલેજમાં ગાંધી જયંતીની શાનદાર ઉજવણી

Spread the love

શ્રી મહાવીર વિદ્યામંદિર ટ્રસ્ટ બી.એડ્. કૉલેજમાં ગાંધી જયંતીની શાનદાર ઉજવણી

શ્રી મહાવીર વિદ્યામંદિર ટ્રસ્ટ સંચાલિત શ્રી મહાવીર વિદ્યામંદિર ટ્રસ્ટ બી.એડ્. કૉલેજ, પાંડેસરા, સુરતમાં આજે તા. 03-10-2026ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કૉલેજનાં પ્રધાનાચાર્યા ડૉ. જયશ્રી કાનાણી, સર્વે અધ્યાપકગણ તેમજ બી.એડ્. સેમેસ્ટર-1 અને સેમેસ્ટર-3 ના તાલીમાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

1

ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે કૉલેજના તાલીમાર્થીઓ દ્વારા ગાંધીજીના જીવનકવન અને તેમનાં મૂલ્યોને ઉજાગર કરતા ભજનો, ગીતો, નાટક અને માઈમ (મૂક અભિનય)ની ખૂબ જ સુંદર અને ભાવપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી. તેમજ ક્વિઝ કોમ્પ્ટીશન પણ રાખવામાં આવી હતી. આ ઉપરાંત ગાંધી જયંતી પૂર્વે તા. 1લી ઓક્ટોબર, 2026ના રોજ કૉલેજમાં વિદ્યાર્થીઓની કલા અને અભિવ્યક્તિને ખીલવવા માટે ‘શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા’ તેમજ ‘પોસ્ટર મેકિંગ સ્પર્ધા’નું પણ સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગાંધીજીના પુસ્તકોનું પ્રદર્શન કર્યું હતું.

3

આજના આ મુખ્ય કાર્યક્રમમાં ડૉ. બિન્ની મહેતાએ પ્રસંગોચિત ઉદ્દબોધન કર્યું હતું. તેમણે પોતાના વક્તવ્યમાં ગાંધીજીના અહિંસા અને સત્યના માર્ગ વિશે વાત કરી વર્તમાન સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગની પ્રસ્તુતતા સમજાવી હતી. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો. કાર્યક્રમનું સંચાલન સેમેસ્ટર-1ની તાલિમાર્થિનીઓ શર્મા પ્રિયંકા અને તન્વી ધમકેએ કરી હતી.

4

Leave a Reply

error: Content is protected !!