fbpx

હોર્મુઝમાં જહાજ પર થયેલા હુમલા બાદ ભારતના વિદેશ મંત્રાલયની સ્પષ્ટ ચેતવણી; ‘તાત્કાલિક અસરથી આ બંધ કરો…’ 11 ભારતીય ઘાયલ થયા

Spread the love

હોર્મુઝમાં જહાજ પર થયેલા હુમલા બાદ ભારતના વિદેશ મંત્રાલયની સ્પષ્ટ ચેતવણી; 'તાત્કાલિક અસરથી આ બંધ કરો...' 11 ભારતીય ઘાયલ થયા

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે, ઓમાનના દરિયાકાંઠે એક વેપારી જહાજ પર હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં 11 ભારતીય ખલાસીઓ ઘાયલ થયા. મંગળવારે (6 ઓક્ટોબર) વિદેશ મંત્રાલયે આ હુમલાની સખત નિંદા કરી અને જણાવ્યું કે ઘાયલોની સારવાર ખસાબ, ઓમાનમાં થઈ રહી છે. ભારતે પનામા ધ્વજવાળા જહાજ પરના હુમલાની નિંદા કરી અને માંગ કરી કે આ પ્રદેશમાં નાગરિક સંપત્તિ અને ખલાસીઓ પર થતા હુમલાઓ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે.

37

સોમવારે, MT ઓન પીસ (IMO 9893204), જહાજ હોર્મુઝની સ્ટ્રેટમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે ઓમાનના દરિયાકાંઠે એક પ્રોજેક્ટાઇલ સાથે ટક્કર થઇ ગઈ હતી. તેમાં કુલ 19 ક્રૂ સભ્યો હતા, જેમાંથી 17 ભારતીય નાગરિકો હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, હુમલામાં 12 ક્રૂ સભ્યો ઘાયલ થયા છે, જેમાંથી 11 ભારતીય હતા. ઓમાની અધિકારીઓની મદદથી ઘાયલ ખલાસીઓને જહાજમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. તેઓ હાલમાં ઓમાનના ખસાબમાં સારવાર લઈ રહ્યા છે. ઘાયલોના બચાવ અને સારવારની વ્યવસ્થા કરવા બદલ જયસ્વાલે ઓમાની અધિકારીઓનો આભાર માન્યો હતો.

40

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે વધુમાં જણાવ્યું હતું કે, હોર્મુઝ સ્ટ્રેટ અને આસપાસના વિસ્તારમાં વેપારી જહાજો પર વારંવાર થઈ રહેલા હુમલા ભારત માટે ચિંતાનો વિષય છે. ભારતે આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે આવા હુમલાઓને તાત્કાલિક અસરથી બંધ કરવાની માંગણીનો પુનરોચ્ચાર કર્યો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, વેપારી જહાજો, ખલાસીઓ અને નાગરિક માલસામાનને નિશાન બનાવવાનું બંધ કરવું જોઈએ. આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો દ્વારા શિપિંગ અને વેપાર શક્ય તેટલી વહેલી તકે ફરી શરૂ થવો જોઈએ.

39

અહીં તમને જણાવી દઈએ કે, હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના મુખ્ય દરિયાઈ માર્ગોમાંનો એક છે, જેમાંથી તેલ અને અન્ય માલસામાન વહન કરતા દુનિયાના ઘણા જહાજો પસાર થાય છે. આ વિસ્તારમાં વધતા તણાવને કારણે જહાજો અને ખલાસીઓની સલામતી અંગે ચિંતાઓ વધી ગઈ છે. ભારતે આ અગાઉ પણ આ ક્ષેત્રમાં શાંતિ જાળવવા અને ખલાસીઓની સલામતી સુનિશ્ચિત કરવા અપીલ કરી છે.

Leave a Reply

error: Content is protected !!