fbpx

સુરતમાં તો જેલમાં પણ કેદીઓને મજા છે, મોબાઈલ ફોન વાપરે છે, લાજપોર જેલમાં 11 એન્ડ્રોઇડ ફોન મળ્યા

Spread the love

સુરતમાં તો જેલમાં પણ કેદીઓને મજા છે, મોબાઈલ ફોન વાપરે છે, લાજપોર જેલમાં 11 એન્ડ્રોઇડ ફોન મળ્યા

સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં હોટેલ જેવી સુવિધા અને ગેરકાયદેસર ગોરખધંધા સામે વડી કચેરીએ લાલ આંખ કરી છે. અમદાવાદની સ્પેશિયલ જેલ ઝડતી સ્ક્વોડે સરપ્રાઇઝ દરોડા પાડ્યા હતા, જે દરમિયાન બેરેકમાંથી 11 એન્ડ્રોઇડ-મોબાઈલ મળી આવ્યા હતા. કેદીઓને અપાતી લક્ઝુરિયસ ટ્રીટમેન્ટ અને ખુલ્લેઆમ ચાલતા વહીવટનો પર્દાફાશ થતા સમગ્ર જેલ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે વડી કચેરીની ગુપ્ત તપાસમાં તમામ ગંભીર આરોપો સાચા સાબિત થતા તાત્કાલિક ધોરણે 8 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા હતા, જેમાં 2 હવાલદાર, 3 સુબેદાર અને 3 સિપાહીનો સમાવેશ થાય છે.

સસ્પેન્ડ કરાયેલા  કર્મચારીઓની ઓળખ, હવાલદાર રામ. એસ. લાંબડીયા, , હેડ ક્વાર્ટર, ગોંડલ સબ જેલ, હવાલદાર હેમરાજ. વી. પરમાર, હેડ ક્વાર્ટર, અમરેલી જિલ્લા જેલ, સુબેદાર ડી. ડી. ભાભોર, હેડ ક્વાર્ટર, પોરબંદર ખાસ જેલ, સુબેદાર વિજયપુરી. આર. બાવા (ગોસ્વામી), હેડ ક્વાર્ટર, મોરબી સબ જેલ, સુબેદાર હેમંત. એન. ચૌધરી, હેડ ક્વાર્ટર, પાલારા ખાસ જેલ, સિપાહી શિવભદ્રસિંહ. જે. ગોહિલ, હેડ ક્વાર્ટર, છોટા ઉદેપુર સબ જેલ, સિપાહી કરમણ. એસ. ભાયકન, હેડ ક્વાર્ટર, ભાવનગર જિલ્લા જેલ, સિપાહી સંદિપ. એન. ચૌધરી,સિપાહી, હેડ ક્વાર્ટર, રાજપીપળા જિલ્લા જેલ તરીકે થઇ છે.

Lajpor-Jail-VIP-Treatment1

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, જેલ પ્રશાસન દ્વારા ફરજમાં દાખવેલી ઘોર બેદરકારી અને માથાભારે કેદીઓ સાથે મિલીભગત રાખવાના આરોપસર આ આકરી કાર્યવાહી કરવામાં આવી છે. જેલના નિયમો અને કાયદાના લીરેલીરા ઉડાવીને કેદીઓને પાન-મસાલા, સિગારેટથી માંડીને આરામદાયક સાધનો પૂરા પાડવામાં આવતા હતા. આટલું જ નહીં, કેદીઓ જેલ પરિસરમાં બિન્દાસ્ત મોબાઈલ પર વાતો કરતાં પણ ઝડપાયા હતા. અમુક ચોક્કસ ‘કેશિયર કેદીઓ’ સાથે સાંઠગાંઠ રચી જેલની સુરક્ષા જોખમમાં મૂકવા બદલ કર્મચારીઓને ઘરભેગા કરવામાં આવ્યા છે.

કર્મચારીઓના સસ્પેન્શનની સાથે-સાથે લાજપોર જેલના જેલર કે.જે. ધારગેની બદલી કરી દેવામાં આવી છે. રાજ્યના જેલરોની વહીવટી બદલી અંતર્ગત સુરતના જેલર કે.જે. ધારગેને તાત્કાલિક અસરથી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે બદલી કરી દેવામાં આવી છે. જેલની અંદર ચાલતી ગેરરીતિઓમાં સુપરવિઝનની ખામી અને બેદરકારીને ધ્યાને રાખી ઉચ્ચ કક્ષાએથી આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી અન્ય અધિકારીઓ અને સ્ટાફમાં પણ કડક સંદેશ પહોંચ્યો છે.

Lajpor-Jail-VIP-Treatment3

જેલમાં અંદરખાને વહીવટ કરતા અને સુવિધાઓ ભોગવતા 3 માથાભારે કેદીઓને પણ તાત્કાલિક અસરથી રાજ્યની અન્ય જેલોમાં ટ્રાન્સફર કરી દેવાયા છે. જેમાં કેદી નં. 2410 બિપિન નટવર શર્માને પાલારા ખાસ જેલ, કેદી નં. 2576 કૈલાસ જીવતરામ રાજાણીને વડોદરા મધ્યસ્થ જેલ અને કેદી નં. 98388 પ્રશાંત ચંદ્રકાંત રાજપૂતને પોરબંદર ખાસ જેલ ખાતે ખસેડી દેવામાં આવ્યા છે. આ કડક કાર્યવાહી બાદ જેલ પરિસરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

Leave a Reply

error: Content is protected !!